________________
-
શાસનસેવાનાં કાર્યો
२७५
જેવા શહેરમાં એક ફુડ થવું જોઈએ. જ્યના શહેરીએ જવેરાત ને હીરામોતીના વેપારીઓ હય, પારસ સુધી જેની પ્રતિષ્ઠા હોય તે શહેરના બાળકોને તો કેવું ઉંચા પ્રકારનું શિક્ષણ મળવું જોઈએ. એ બાળકે જ તમારા આવતી કાલના સંઘના નેતાઓ થશે. વારસે તમારે તેમને આપવાને છે. તે વારને યોગ્ય જ્ઞાન આપવાની ફરજ તમારી છે. ”
આ વ્યાખ્યાનની અસર સારી થઈ. એ દિવસે “શ્રી આત્મવલ્લભ કેળવણી ફંડ” ની સ્થાપના થઈ. પચીસ હજારનાં તે તેજ દિવસે વચને મળી ગયાં. આજ તે ફંડ ૯૦૦૦૦ થી વિશેષ હશે. અનેક વિદ્યાથીઓ આજ તેનાથી લાભ મેળવી રહ્યા છે.
આ ચાતુર્માસથી શાસનસેવાનાં અનેક કાર્યો થયાં. ગુજરાતનું પ્રવેશ મુહૂત શુભ શુકને થયું અને શિક્ષણ પ્રચારના કાર્યનું પણ ગૂજરાતથી ખાતમુહૂર્ત થયું.
પાલનપુરના કેટલાક રિવાજે પણ સુધર્યા. અહીં પહેલાં જે કઈ અઠાઈની તપશ્ચર્યા કરે તેને જ્ઞાતિને કર-જમણ આપવું પડતું. તેથી ઘણા સાધારણ સ્થિતિના ભાઈ બહેને અઠ્ઠાઈનહોતા કરી શકતા. આ રિવાજ મહારાજશ્રીએ બંધ કરાવ્યું. જેની શક્તિ હોય તે જરૂર કરે પણ તે બધાને માટે ફરજીયાત ન રહ્ય, આથી તે ચોમાસામાં અનેક અઠ્ઠાઈએ થઈ.
આ ચાતુર્માસમાં બાર મુનિરાજે સાથે હતા.