________________
૨૧૦
યુગવીર આચાર્ય
હજી તે આ વાત ચાલે છે ત્યાંજ પેલા મુનસફ સાહેબના શિરસ્તેદાર મહારાજશ્રી પાસે આવ્યા અને તેણે જણાવ્યું:
“ મુનસસાહેબે આપને નમસ્કાર કહેવરાવ્યા છે અને વધારામાં કહ્યું છે કે આપ આ બાબત કશી ચિંતા કરશે નહિ. આ મુકદમે મારી પાસે જ છે અને કાલે કેટ ઉઘડતાંજ હું મજૂરી આપી દઈશ. આપ બધી તૈયારી ચાલુ રાખજો. આપને નકામી તકલીફ થવા માટે તેમણે પોતે ક્ષમા માગી છે. ”
અસ પછી તે શું પૂછવું ? તૈયારી ખૂબ ધામધૂમથી થવા લાગી. દીક્ષાને દિવસે સવારથી જ મેાહનવાડીમાં હજારા લેાકા પહોંચી ગયાં હતાં. ભારે ઠાઠમાઠથી દીક્ષાના વરઘેાડા નીકળ્યે, દીક્ષાના ઉમેદવારોની પાલખીએ પંજાબી ભાઇએએ ઉઠાવી હતી. બહુજ આનંદપૂર્વક દીક્ષાની ક્રિયા થઈ. બન્ને ભાઈ એ હષથી નાચવા લાગ્યા. ત્રીજા ભાઈ ને પણ આનદ થયા. તે દિવસના આન’દમહેાત્સવ અને હજારો લેાકેાની મેદની જયપુરના ઈતિહાસમાં પ્રથમ જ ગણાશે. દીક્ષાના દિવસે શ્રીફળની પ્રભાવના થઇ હતી તેમાં નવ હજાર શ્રીફળા થયાં હતાં.
દીક્ષા મહેાત્સવના ખર્ચે જયપુરનિવાસી શેઠ પુલચંદજી કાહારીની માતાજી ઈન્દ્રબાઈ એ આપ્યા હતા. તે દીક્ષા સ. ૧૯૬૫ ના ફાગણ વદી ૫ ને દિવસે થઈ હતી. અચ્છર અને મચ્છરનું નામ શ્રી વિદ્યાવિજયજી મહારાજ અને શ્રી વિચારવિજયજી મહારાજ રાખવામાં આવ્યું. કૃષ્ણચદ્રનુ