________________
ક્રાન્તિકારી કે શાંતિકારી
૧૧
નામ તિલકવિજયજી રાખવામાં આવ્યું. આ બન્ને આપણા ચરિત્રનાયકના શિષ્ય થયા અને તિલકવિજયજી શ્રી લલિતવિજયજીના શિષ્ય અન્યા. આ ક્રિયાવિધિ સમયે મુનસફૅસાહેબ પણ આવ્યા હતા અને તેમણે જૈન દીક્ષાવિધિ જોઈ આનંદ વ્યક્ત કર્યાં હતા.
જયપુરથી વિહાર કર્યાં ત્યારે પણ મુનસસાહેબ બેત્રણ માઈલ સુધી સાથે આવ્યા હતા. કેવી ભક્તિ! કેવા ગુરુપ્રેમ? જયપુરથી અજમેર પધાર્યાં. અજમેરમાં શ્રીસ`ઘે પૃષ્ઠ ડાર્ડમાંઢપૂર્વક સ્વાગત કર્યું. ત્યાં દસેક દિવસ રહી શ્રીસંઘને ઉપદેશામૃતનું પાન કરાવી ત્યાંથી વિહાર કર્યાં.
અજમેરથી બ્યાવર, પિપલીયાગામ આવ્યા, પીપલીયા ગામમાં મંદિરમાગી અને સ્થાનકવાસિએમાં ફૂટ હતી તે આપણા ચરિત્રનાયકના ઉપદેશથી મટી અને સંપ થયે. મુંડાવા, ચડાવલ, સેાજત થઈ પાલી પધાર્યા. અહીંથી ગાલવાડની પચીથીની યાત્રાના આનંદ લીધે. અહીંથી શિવગ’જ, સીરાહી થઈ આપ આમૂજી પધાર્યા.
આમ્રૂથી વિહાર કરી આપ મઢાર પધાર્યા. આપના લઘુગુરુભ્રાતા મુનિ મહારાજશ્રી મેાતીવિજયજી ગૃજરાત તરફથી વિહાર કરી અહી આપની સેવામાં હાજર થઈ ગયા. ઘણા વખતે મળવાના આનદ અનેરા હતા.