________________
દુષ્કર પરિસહ
૨૩૭
“સમાધિમંદિર બાબત કાંઈ છે કે જેન બિરાદ રીમાં આપસ આપસની લડાઈ સળગી છે?” શ્રી સેહનવિજયજીએ અટકળ કરી.
વાત એમ છે કે સનાતની લોકોએ જૈનધર્મ પર અસત્ય આક્ષેપ શરૂ કર્યા છે; એટલું જ નહિ પણ જગ~જ્ય સર્વશાસ્ત્રનિષ્ણાત પંજાબ દેશદ્ધારક ગુરુદેવના અજ્ઞાનતિમિર ભાસ્કર” અને “શ્રી જૈન તત્ત્વાદશ” બન્નેને અસત્ય હરાવવા અને જૈન ધર્મની અવહેલના થાય એમ કરવા પ્રયાસ શરૂ કર્યો છે. આમાં સ્થાનકવાસીઓને સનાતનીઓને સારો પણ છે.” ગુરુદેવે સ્પષ્ટતા કરી.
પણ ત્યાં તો આચાર્ય મહારાજશ્રી વિજયકમળસૂરિજી છે અને ઉપાધ્યાયજી મહારાજશ્રી વીરવિજ્યજી મહારાજ પણ છે. તેઓ તે માટે પ્રયત્નશીલ હશે જ.”
તે તે પૂરો પ્રયત્ન કરી રહ્યા છે, પણ તેઓશ્રીની અને શ્રી સંઘની પણ ઈચ્છા છે કે આપણે ત્યાં હાજર હોઈ એ તે કરો પ્રભાવ પડે અને જડબાતોડ જવાબ આપી શકાય. ગુરુદેવે સંઘની ઈચ્છાનું રહસ્ય સમજાવ્યું.
“તાર મોડે કેમ આવ્યું હશે?”
“બીનોલી તાર કરેલ ને, તે અહીં આવતાં વખત લાગ્યા. આજે પત્ર પણ આવી ગયો. આ રહ્યો તે પત્ર