________________
દુષ્કર પરિસહ
૨૪૫
પ્રતાપી મહારથીની જરૂર હતી. બધાના મનમાં એક જ વિચાર આવ્યો અને આપણું ચરિત્રનાયકને આ પ્રસંગે જે રીતે બની શકે તે રીતે ઉતાવળ કરીને ગુજરાંવાળા પહોંચી જવા તારપત્ર આદિથી સૂચના આપવામાં આવી.
ક્યાં ગુજરાત તરફ વિહાર અને સિદ્ધાચળની યાત્રાની ભાવના ! ક્યાં દિલ્હીનું નકકી થયેલું ચાતુર્માસ ? ગૂજરાત જવાના કોડ તે અધૂરા રહ્યા પણ દિલ્હીને સંઘ રાડ જેતે રહ્યા. નહિ ધારેલું, નહિ કપેલું એવું ધર્મસંકટ આવી પડ્યું અને કુદરતના નિર્માણને ન્યાય આપવા ફરજ પડી.
સાચે જ ઉગ્રવિહાર હતા. જેઠને મહિને, પંજાબની અગ્નિ વરસાવતી ગરમી, પશુપક્ષી વ્યાકુળ થઈને ઝાડના છાંયામાં ભરાઈ રહ્યાં છે. ઘરથી બહાર નીકળવું વસમું પડી જાય છે. શ્રીમંતને ત્યાં ખસની ટટ્ટીઓ અને પંખા હલાવતા નેકરે જ ગરમીને દૂર કરવા તૈયાર છે. ઉઘાડા પગે તો નીકળતાં જ ફરફેલા પડે છે. સૂર્ય ધમ ધોમ ધખી રો છે, જાણે આકાશમાંથી અંગારા ઝરતા હોય ! આવા સમયમાં આપણું ચરિત્રનાયક ગુરુવચનને સત્ય પ્રમાણિક સાબીત કરવા, ધર્મની પ્રભાવના કરવા, શાસ્ત્રાર્થમાં વિજયપતાકા લહેરાવવા, પંજાબમાં ગુરુદેવના નામને અમર ઝંડે ફરકાવવા, ગુરુદેવના પ્યારા બગીચાને લીલેછમ રાખવા, આચાર્યશ્રી તથા ઉપાધ્યાયજી મહારાજની. આજ્ઞાનું પાલન કરવા, ચતુર્વિધ સંઘનું સન્માન રાખવાને ખવાઈથી ચાલી નીકળ્યા. સાથે હતા પ્રિય શિષ્ય શ્રી સેહનવિજયજી. ગુરુ-શિષ્ય ચાલ્યા જાય છે. તડકાની પરવા