________________
કતિકારી કે શાંતિકારી
૨૫૩
આપણા ચરિત્રનાયકનું ૧૯૬૪ નું ૨૨મું ચોમાસું ગુજરાનવાલામાં થયું. અહીં તેમણે બે પુસ્તકો તૈયાર કર્યા. એક વિશેષનિર્ણય” બીજું “ભીમજ્ઞાનવિંશિકા” બન્નેમાં વેદાદિશાસ્ત્રોમાં ગોમેધ, નમેધ, અશ્વમેધનું વિધાન પિતાના શબ્દોમાં નહિ પણ પ્રાચીન શાસ્ત્ર–વેદ, ભાળે. સૂત્રો
સ્મૃતિઓ તથા તેના ઉપરની ટીકાઓમાંથી અનેક પ્રમાણે ઉદધૃત કરીને આપ્યાં છે. વળી હિન્દુઓના પ્રસિદ્ધ વિદ્વાન પંડિત ભીમસેનજી, પં. જવાલાપ્રસાદજી, લેકમાન્ય તિલક આદિની સમ્મતિઓ પણ આપી છે. આ પ્રમાણે લગભગ ૧૮૫ ગ્રંથ અને પત્ર-પત્રિકાઓમાંથી સંગ્રહ કરેલા છે. ગુજરાનવાલાથી વિહાર કરી અમૃતસર, જડિયાલાગુરુ, લુધિયાના, અંબાલાદિલ્હી થઈ સીધા જયપુર પધાર્યા.
જયપુરમાં બધા ગ૭ વાળાઓએ મળીને આપનો સત્કાર કર્યો. આપ પણ એકતાવર્ધક, જૈન ધર્મના પવિત્ર સિદ્ધાંતે બહુજ વિશાળ દૃષ્ટિથી સમજાવી શ્રેતાના મન રંજિત કરતા હતા. જયપુરવાસી તે આ મધુર મધુર વાણી સાંભળી મુગ્ધ બની ગયા. પણ ત્યાં પહોંચતાં જ ઉપરને એક પ્રસંગ બની ગયો.
સં. ૧૯૬૫ માં લેર્ડ કર્જને બંગાળના બે ભાગ પાડયા હતા, તેથી બંગાળમાં ભારે ક્રાન્તિ મચી હતી. ઘણા કાન્તિકારી લોક હિંદભરમાં ફેલાઇ ગયા હતા. સરકારી અધિકારીઓની હત્યા પણ થવા લાગી હતી. કોઈ કઈ તે સાધુ સંન્યાસીના વેશમાં રહેતા હતા. ગામેગામ અને શહેરેશહેર તે માટે ચાંપતી તપાસ રહેતી અને ગુપ્તચરો જ્યાં