________________
દુષ્કર પરિરાહુ
રહ્યો છું કે આટલે દૂરથી આ બળબળતા તાપમાં કેમ વિહાર થશે! અને આપ નહિ આવી શકે તે શું થશે ? " લાલાજીએ પિતાના મનની વિમાસણ વ્યકત કરી.
લાલાજી ! મેં કાલેજ નિર્ણય કરી લીધું છે. હું – અમે તૈયાર છીએ. કાલે જ વિહાર થશે. તમે સુખેથા સીધા. મેં તાર કરાવી દીધું છે. ગુરુદેવના નામ માટે આ કાયા ખપી જાય તે પણ શું! અને જુએ તે ખરા ૧૫ દિવસ તે થવાના પણ નથી ને ગુજરાનવાલાની બજારમાં શાસ્ત્રાર્થ ની પ્રચંડ વિજયઘોષણાઓ ગુરુદેવના પ્રતાપે કરીશું.” ગુરુદેવે ભવિષ્ય ભાખ્યું.
લાલા જગન્નાથજી અને બીવાઈના શ્રાવકે તે આ પ્રભાવિક પુરુષની વીરગર્જના અને દઢ મને બળ જોઈ હિંગ થઈ ગયા. હર્ષાશ્રુથી બધાએ આ પવિત્ર મહારથીને વંદન ક્ય.
આ પરિસ્થિતિ ઊભી થવાનાં કારણે આ સ્થળે વિચારી લેવાં જરૂરી છે.
આપણે જોઈ ગયા કે આપણું ચરિત્રનાયકની સાથે શાસ્ત્રાર્થ કરી સ્થાનકવાસી સામાના તથા નાભામાં ભૂરી રીતે હાર્યા હતા. લુધિયાણામાં તેઓને નીચું જોવું પડે તેમ થયેલું અને અમૃતસરમાં તો તેઓની ઠીકઠીક ફજેતી થઈ. આ ઉપરથી તેઓ તાંબરાથી નારાજ તે હતા જ. તેને બદલો લેવાની તક શોધી રહ્યા હતા; પણ આપણા ચરિત્રનાયકની હાજરીમાં તે કાંઈ થઈ શક્યું નહિ.
આ ઉપરાંત ૧૯૬૪ ના વૈશાખ સુદી ૧૦ તા. ૫