________________
૨૪૪
યુગવીર આચાર્ય
૧૦૮ ના દિવસે ગુજરાવાલામાં ધામધૂમપૂર્વક સ્વગીય આચાર્ય મહારાજ શ્રી વિજયાનંદસૂરિજીની વેદી–પ્રતિષ્ઠા આચાર્ય મહારાજશ્રી વિજયકમલ સૂરીશ્વરજીના હાથથી થઈ. ઘેરઘેર આનંદ ઉત્સવ થઈ રહ્યા. ગામેગામના સંઘના આગેવાન મળ્યા. ભજન મંડળીએ એ ધૂમ મચાવી અને જાહેર વ્યાખ્યાને પણ થયા. આખા શહેરમાં વેતાંબરોની બેલબાલા થવા લાગી.
સ્થાનકવાસી સમાજના કેટલાક ભાઈ એ આ સહન ન કરી શક્યા. પંજાબના રક્ષક અને વીર ગર્જનાના પ્રણેતા દૂર દૂર જઈ રહ્યા હતા. ત્યાંથી પાછા આવવાની તો સંભાવના હતી જ નહિ. જ્યારે એ પંજાબમાં વિચરતા હતા ત્યારે-તેમની સામે તે એક અક્ષર પણ કઈ બેલી શકતું નહિ. તેમની પ્રતિભા–વચનસિદ્ધિ અને સભારંજન શક્તિ અદ્દભુત હતી, પણ તે તે ગયા અને તક મળી ગઈ. બદલે લેવા અવનવી ચાલબાજી રાફ થઈ ગઈ પિતે તે મેદાનમાં આવવા હિંમત કરી શક્યા નહિ, પણ હિન્દુ લોકોને ઉશ્કેરવાની યુતિ છે. ધી કાઢી. અચાવં પ્રવરના બન્ને ગ્રંથના થોડા ભાગ ઉર્દૂમાં છપાવીને છૂટથી વહેચ્યા. તેમાં હિન્દુધર્મ શાઓમાં હિંસાને ઉલેખ હતો
ગુજરાંવાલામાં શાસ્ત્રાર્થ અને નોટીસબાજીની ધૂમ મચી. ગુજરાવાલામાં આચાર્યશ્રી તથા ઉપાધ્યાયજી તે હતા. પં. લલિતવિજયજી ગણી, જલંધરનિવાસી યતિવર્ય શ્રી કેશરષિજી, અને પં. વૃજલાલજી શર્મા ભારે પ્રયત્ન કરી રહ્યા હતા. પણ સર્વ સાધારણ જનતાને શાંત કરવા એક