________________
- -
-
-
-
૨૪૮
યુગવીર આચાર્ય હરિચંદજી દુગ્ગડે પ્રાર્થના કરી.
લાલાજી! તમારી વાત તો સાચી છે પણ પહેલે ધર્મ પછી શરીર. ધર્મની અવહેલના સામે શરીરનું કષ્ટ તુચ્છ છે. હું ગુજરાવાલા પહોંચીને જ દમ લઈશ.”
પણ સાહેબ ! પંચ નકકી થઈ ગયેલ છે. ફેંસલે થઈ જશે તેમ સમાચાર આવ્યા છે.”
તે તે સારી વાત છે. પણ તે વિષે ચોક્કસ ખબર ન આવે ત્યાં સુધી મારાથી તે નહિ જ રહેવાય.”
પણ કુદરત પાસે તે કેનું ચાલ્યું છે! શ્રી સેહનવિજયજી મહારાજશ્રીને આંખનું દર્દ વિશેષ થવા લાગ્યું. અને રેકાઈ જવાની ફરજ પડી. ફરજીયાત આરામ મળે.
અમૃતસરથી વિહાર કરી આપ લાહોર પધાર્યા. લાહરથી તેજ દિવસે સાંજે રવાના થઈ રાવના કિનારે આવેલી સીની ધર્મશાળામાં પહોંચ્યા. અહીં ગુજરાવાલાના કેટલાક ભાઈઓ આવ્યા અને તેમણે સમાચાર આપ્યા કે મધ્યસ્થ લોકેએ ફેંસલે આપ્યો છે અને તેઓએ આત્મારામજી મહારાજના બનાવેલા ગ્રંથ સત્ય સાબીત કર્યા છે.
આપ અષાડ સુદી ૧૧ (સં. ૧૯૬૮) ના દિવસે ગુજરાંવાલા પહોંચ્યા.
“ગુરુદેવ ! આપનું સ્વાગત કરવા આખું શહેર તૈયાર છે. લોકોને આનંદ ઉભરાઈ રહ્યા છે. ” લાલા માણેકચંદજીએ પ્રાર્થના કરી.
“લાલાજી! તમારે બધાને ભાવ કયાં અજાણ્યા છે!