________________
૨૪ર
યુગવીર આચાર્ય કરી રહ્યા છે. ગુરુદેવે જે જે લખ્યું છે તે સત્ય તથા પ્રમાણ સહિત છે છતાં તેઓને પક્ષ સબળ હોવાથી બ્રાહ્મણે ધમાલ કરીને શેર મચાવી દેશે તેમ લાગે છે. માટે આ વખતે તમારું જરૂર કામ છે. તમારી સ્કૂતિ સારી છે. વિશ્વાસ છે કે તમારા આવવાથી આપણી ફતેહ થશે. તે લાંબે વિચાર છેડી અત્રેથી આવેલા શ્રાવકો સાથે જરૂર વિહાર કરશે. જે કે ગરમી છે, દૂરને મામલે છે પણ આ વખત જ એ છે કે પ્રાણ તે અર્પણ થઈ જાય પરંતુ ગુરુના વાક્યને ધકકે ન લાગે. એથી તમને આગ્રહપૂર્વક દબાવીને લખવું પડે છે. બસ એટલા માત્રથી સમજી લેશો. તમે ગુણવાનને વિશેષ શું લખવું? એજ વૈશાખ (જેડ પં. જાબી) વદી ૧૪ વીરવિજય.
તા. કઃ આજ આ વખતે સાંજના છ વાગે અમૃતસરથી લાવેલ પંડિત આપણા ગ્રંથને રદ કરવાનું ભાષણ આપી રહેલ છે. શું પરિણામ આવશે તેની ખબર નથી. ટૂંઢીઆઓને પક્ષ કરી તમામ શહેર ઉશ્કેરાઈ ગયું છે. વિશેષ લખવા સમર્થ નથી. આ પત્ર વાંચી તુરત વિહાર કરે. અત્રેના માણસે રોકાયેલા છે. માટે હાલ બીનલીથી ચાર આદમી લઈને આવો.
પત્ર વાંચતાં વાંચતાં ગુરુદેવની આંખમાં અશ્ર ભરાઈ આવ્યાં. ઊડીને પહોંચી શકાતું હોય તે પહોંચી જવા અને ગુરુદેવના પવિત્ર ગ્રંથરત્નોને પ્રમાણિત તથા શાસ્ત્રસિદ્ધ સાબીત કરવા મન ઉત્તેજિત થઈ આવ્યું.
સાહેબ! બીનલીથી અહીં આવતા એજ વિચાર કરી