________________
૨૪૦
યુગવીર આચાર્ય ક્યાં સારું છે? તેથી મને ચિંતા થયા કરે છે.” ગુરુદેવે વસ્તુસ્થિતિ સમજાવી અને ચિંતા વ્યક્ત કરી.
“ ગુરુદેવ! એ ચિંતા ન કરે. મારા શરીરને કાંઈ થવાનું નથી. આપ પણ હમણાં જ માંદગીમાંથી ઊઠયા છે. ગુરુપ્રતાપે કાંઈ જ થવાનું નથી અને કાંઈ થયું તે મને આપની ભક્તિ કર્યાને આત્મસંતેવું રહેશે.” મુનિએ તૈયારી બતાવી.
“સેહન! તે તૈયારી કરે. આવતી કાલે સવારે જ મંગલમુહૂતે વિહાર કરે છે. ર૦ માઈલ સવારે અને ૧૦ માઈલ સાંજે. આજે ગુજરાનવાલા તાર કરવાનું કહી દઉં છું જેથી ત્યાં બધાને શાંતિ રહે.” ગુરુદેવે તેયારી માટે આદેશ આપ્યું.
“ધર્મલાભ! ઓહ લાલા જગન્નાથજી! તમે પણ આવી પહોંચ્યા.” વંદન કરતા પ્રચંડ પંજાબી આગેવાનને મહારાજશ્રીએ ધર્મલાભ આપ્યા.
ગુરુદેવ! હું તે બીનૈલી આવ્યો હતો. ત્યાંજ જાહ્યું કે આપ ખવાઈ પધાર્યા છે. તાર પણ અમે તે ત્યાંજ કરેલા. પત્રે પણ તેજ શીરનામે લખ્યા હતા.” લાલાજીએ વાતની શરૂઆત કરી.
કહે લાલાજી ! શું પરિસ્થિતિ છે?”
સાહેબ ! ગુજરાનવાલાની પરિસ્થિતિ તે ભારે વિષમ થઈ ગઈ છે. સ્થાનકવાસીઓને તે પહોંચાય પણ તેઓની ઉશ્કેરણીથી સનાતની વગેરેમાં મોટો ખળભળાટ થયે