________________
: ૨૦૮
યુગવીર આચાય
તા. ૩૦-૫-૧૯૦૮
૧ શ્રી આત્માનંદ જૈનતાંબર કમિટી,
ગુજરાવાલા (પંજાબ) શ્રી શ્રી શ્રી મુનિ મહારાજ વલ્લભવિયજી આદિ મુનિ મહારાજ જોગ, શ્રીસંઘ ગુજરાવાલાની ૧૦૮ વાર વંદણા અવધારશેજી. પ્રાર્થના છે કે, આ વખતે સ્થાનકવાસીઓએ બીજી કેમે જેવી કે ખત્રી, બ્રાહ્મણ, આર્યસમાજ વગેરેને બહુ જ ભડકાવ્યા છે. જેથી તા. ૨૯મી મેની સાંજે ૭ વાગે અમૃતસરના માસ્ટર આત્મારામે એક જાહેર વ્યાખ્યાન આપ્યું હતું. તેમાં જૈન ધર્મની ભારે નિંદા થઈ રહી છે. આથી ગુજરાવાલા સંઘને ભારે દુઃખ થયું છે. શ્રીસંઘ ગુજરાવાલાની આપના ચરણોમાં પ્રાર્થના છે કે આ વિનંતીપત્ર આપની સેવામાં પહોંચે તે જ વખતે ગુજરાવાલાની તરફ વિહાર કરશો જેથી શાસનની હેલના ન થાય. આ વખતે જલદી હજાર કામ છેડીને પણ શાસન ઉન્નતિ તરફ ખ્યાલ કરવો જોઈએ. આ કારણથી આપને તકલીફ આપી છે. બાકીની બીના લાલા જગન્નાથજી રૂબરૂ કહેશે. ખાસ વાત તો એ છે કે જે વખતે આ પત્ર પહોંચે તે વખતે આપ રવાના થજે. અમારી શેડી પ્રાર્થના ઘણી કરીને માન. વિહાર કરીને ગુજરાંવાલા તારથી જવાબ આપશેઃ જેથી શ્રીસંઘને આનંદ થાય. (ચાર આગેવાની સ )
૧ મૂળ પત્ર ઉદુમાં હતો તેનું ભાષાંતર આપવામાં આવ્યું છે.