________________
વતનને સાદ
“મારો આગ્રહ છે ડું છું. વડોદરાના સંઘને આ વરસ શાન્તિ રાખવા સમજાવીશ. આપ શ્રીસંઘ દિલ્હીને નારાજ ન કરે. તેમની ગુરુભક્તિ સાચી છે. આપ તેમની વિનતિ સ્વીકારો.”
વિનતિનો સ્વીકાર થયો અને ઉપાશ્રયના ખૂણે ખૂણામાંથી હર્ષનાદ ગાજી ઊઠ. ઘેરઘેર આનંદ મંગલ વર્તાઈ રહ્યો.
પણ કુદરતને તે મંજૂર નહોતું. ગુજરાતનું આકર્ષણ ભારે હતું. દિલ્હીના સંઘને તે આનંદ માતો નહોતે, પણ અવશ્ય ભાવિને ભાવા–જે બનવાનું તે બન્યા વિના કાંઈ રહે છે ! એ ન્યાયે ન ધારેલું બન્યું–કેઈના સ્વપ્નમાં પણ નહોતું–કેઈની કલ્પના પણ ચાલી ન શકે એવા એક પ્રસંગથી દિલ્હી દૂર રહી ગયું ને ચાતુર્માસ તે કરવું પડ્યું ગુરુદેવના ચરણમાં.
દિલ્હીમાં ચોમાસાને નિર્ણય થયા પછી શ્રી સંઘની ઈચ્છાથી પાસેના તીર્થસ્થાન શ્રી હસ્તિનાપુરની યાત્રાએ સંઘ સાથે આવ્યા. હસ્તિનાપુર પ્રાચીન અને વિખ્યાત સ્થાન છે. આ તીર્થસ્થાનમાં શ્રી શાન્તિનાથ ભગવાન, શ્રી કુંથુનાથ તથા શ્રી અરનાથ ભગવાનના ચ્યવન, ગર્ભ અને દીક્ષા તેમજ કેવલ એમ ચાર કલ્યાણક થયાં છે અને શ્રીમલ્લીનાથ ભગવાનનું સમવસરણ થયું, તેથી તે પુણ્ય તીર્થ છે. વળી પ્રથમ તીર્થકર શ્રી આદીશ્વર ભગવાનને વર્ષીતપનું પારણું શ્રેયાંસકુમારે અહીં કરાવ્યું હતું. તે વૈશાખ