________________
२०४
યુગવીર આચાર્ય હોય તેમ તે આકાશમાં મહેલ બનાવવા લાગે.
તેણે કલ્પનાશ્રુથી જોયું કે મહાન સભા છે. લેકની મેદની માતી નથી. વલભવિજયજી વ્યાખ્યાન વાંચે છે. શ્રેતાઓ બધા મુગ્ધ છે. ત્યાં પોતે જઈ પહોંચશે ને નાદ કરશે. પ્રશ્ન પૂછશે ને જાણે વલભવિજયજી અંજાઈ ગયા હોય તેમ જવાબ જ નહિ આપી શકે. આખી સભામાં મહાન આશ્ચર્ય ફેલાઈ જશે અને પછી, પછી તો શ્વેતાંબર સંપ્રદાયના સ્તંભ સ્થાનકવાસી સંપ્રદાયના મહાન સ્તંભ બની જશે. તેની સાથે તેમને શિષ્ય પરિવાર પણ આવશે. આજ સુધી મૂર્તિપૂજક સમાજ આ શાસનદીપક મુનિરાજના લીધે સમસ્ત ભારતમાં સમૃદ્ધ અને ધર્મનિષ્ઠ ગણાય છે. અહા ! હવે તેના જ લીધે સ્થાનકવાસીઓની જયપતાકા દિગદિગંતમાં ઉડશે અને તે બધાને યશ મને જ મળશે. પછી તે કથાનકવાસી સમાજમાં મારી પ્રતિષ્ઠા પણ વધશે અને હું આગેવાનોને પણ આગેવાન બનીશ.
કલ્પના તે આગળ ચાલત પણ બાળકને રડવાથી સ્વપ્નસૃષ્ટિ સરી પડી અને સવાર પડવાની રાહ જોતાજોતા પથારીમાં પડખાં બદલ્યાં.
સભામંડપ ખીચોખીચ ભરેલું હતું. શ્રાવક, શ્રાવિકાઓ ઉપરાંત બ્રાહ્મણ, ક્ષત્રી અને મુસલમાનભાઈએ પણ આવેલા હતા. વ્યાખ્યાન ચાલતું હતું. વચ્ચેવચ્ચે મહારાજશ્રી શંકાસમાધાન પણ કરતા હતા. ખૂબ શાંતિ હતી. એવામાં લાલા સુજનમલ તથા કેટલાક સ્થાનકવાસીભાઈએ સભામાં આવી પહોંચ્યા. તેઓ તે અધીરા થઈ રહ્યા હતા. સભાજનોને