________________
૨૧૨
યુગવીર આચાર્ય રામજીએ પ્રાર્થના કરી.
આપણા ચરિત્રનાયકે ધર્મપ્રેમી અને ન્યાયી રાજાનું કર્તવ્ય, કર્મચારીઓની રાજા-પ્રજા પ્રત્યેની ફરજો, પ્રાણી માત્રનું જીવનનું ધ્યેય મેક્ષ–સુખ અને તેની પ્રાપ્તિ માટે ઉચ્ચ જીવન, ઉચ્ચ કાર્ય અને ઉચ્ચ ભાવનાની આવશ્યકતા. મત મતાન્તરે ચાલ્યા જ કરે પણ પ્રત્યેક વ્યક્તિએ પોતાનું કર્તવ્ય ધ્યેય લક્ષમાં રાખીને જીવનપર્યત નમાં મગ્ન રહેવું જોઈએ. એ સચોટ વાણીમાં સમાવ્યું. વિવિધ ધર્મોના સિદ્ધાંતે અને તેથી મહારાજ તથા અધિકારી વર્ગ બહુ જ ખુશ થયા. મહારાજાના અંતઃકરણમાં ખૂબ શાંતિ થઈ. એક કલાક સુધી વાર્તાલાપ ચાલ્યા. બધા ધન્ય ધન્ય કહેવા લાગ્યા. મહારાજા વતી લાલા જીવારામજી મહારાજશ્રીને બહુ જ આભાર માન્યો. બધાએ ફરી પ્રણામ કર્યાં. મહારાજશ્રી ધર્મલાભ આપી ઉપાશ્રય આવી ગયા અને એક નવી વાત છેડાઈ.
“કૃપાનાથ! આપે સાંભળ્યું? પૂજ સેહનલાલજીના શિષ્ય જગ્યાએ જગ્યાએ કહેતા ફરે છે કે તાંબરમાં એવું કોઈ નથી જે અમારી સાથે શાસ્ત્રાર્થ કરી શકે !” એક વ્યક્તિએ આવીને સાંભળેલી વાત કહી.
તેઓના કહેવાથી શું વળ્યું? સામાના ગામમાં તેઓ કેવા પાછા પડ્યા હતા તે આખું શહેર જાણે છે.” એક શિષ્ય સંભળાવી દીધું.
લાલા જવારામજી તે જ વખતે મહારાજશ્રી પાસે બેઠા હતા અને ચર્ચા ચાલતી હતી. તેમણે આ સાંભળ્યું અને