________________
રાજસભામાં શાસ્ત્રાર્થ
૨૧૫
કદી એક શબ્દ પણ હું બેલ નથી. આપ સભાજન, કઈ એમ કહી શકશે કે હું કદી તે કપડા વિના બે છું? અને તે કપડાનું નામ મુહપત્તિ છે. હું પ્રત્યેક સમયે તેને ઉપાગ કરું છું. આપ પંડિતગણ તથા તાજને સ્વયં વિચારી શકો છો કે શ્રી ઉદયચંદ્રજીને આ આક્ષેપ કે નિરર્થક છે ! મહારાજાશ્રી ! આપ સાહેબનું આ બાબત શું મંતવ્ય છે તે જણાવશે તે સભાજનોને આનંદ થશે.” ચરિત્રનાયકે વિગતવાર જવાબ આપ્યો ને સભાજ તથા મહારાજાશ્રીને પ્રશ્ન કર્યો.
“ઉદયચંદ્રજીમહારાજ ! તમારા પ્રશ્નને ખુલાસે તે મળી ગયે ને ! તમે મુહપત્તી બાંધે છે, તેઓ હાથમાં રાખે છે. ઉદ્દેશ તે એક જ છે. પણ જીવ મરવાની વાત તમે કરે છે તે નાકમાંથી પણ હવા નીકળે છેને! પૂર્ણ જીવરક્ષા તમે માને છે તેમ કરવી હોય તે પછી આખું મોટું ઢંકાઈ જાય તે ટોપ પહેરે જોઈએ.” સ્મિત કરીને મહારાજા હીરાસિંહે જવાબ આપે.
શાસ્ત્રાર્થ પૂરો થયે ને તેને ફેંસલે પંડિતોએ વેતાંબરોના લાભમાં આપે. મહારાજાએ પણ તેને અંગે આપણા ચરિત્રનાયક પર પત્ર લખી ફેંસલાને નિર્ણય મેકલાવ્યા.
નાભાના શાસ્ત્રાર્થ બાદ આપ માલેરકેટલા થઈ સામાના પધાર્યા. ૧૯૬૦ નું ૧૭ મું ચોમાસું આપે સામાનામાં સંપૂર્ણ કર્યું. અહીં એક જિનમંદિરને માટે વિચારણા થઈ અને કાર્ય શરૂ થયું.