________________
२२०
યુગવીર આચા
લદાર સરદાર શેરસિંહજી આપની પાસે વારંવાર તત્વચર્ચા અને ધર્મશ્રવણ કરવા આવતા. વળી અહીંની શાળાના એક વિદ્વાન અધ્યાપક પણ વારંવાર આપની પાસે આવતા. તેમણે તે આપણા ચરિત્રનાયકની પ્રશંસામાં એક ગજલ પણ બનાવી હતી. સ. ૧૯૬૧ નું ૧૯ મું ચોમાસું જીરામાં પૂર્ણ કરી, રાયકોટ પધાર્યા. પં. શ્રી સુંદરવિજયજી તથા મુનિશ્રી સહનવિજયજી જીરાથી પટ્ટી ગયા. અહીં પટ્ટીમાં ભાઈ કદર કાળીદાસને ૧૯૬૨ ના કારતક વદી ને દિવસે દીક્ષા આપી. નામ ઉમેદવિજયજી રાખી ચરિત્રનાયકના શિષ્ય બનાવ્યા.
સં. ૧૯૬રનું ૨૦ મું ચોમાસું આપે લુધિયાનામાં પૂર્ણ કર્યું. અહીં ચોમાસું કરવાની ખાસ જરૂર તે એટલા માટે પડી કે સ્થાનકવાસી સાધુઓએ સામ્રાર્થની વાત છેડી હતી. અહીં લાલા દૌલતરામજી સંઘ લઈને દર્શનાર્થે આવ્યા હતા. ચેમાસામાં આપની તબિયત નરમ થઈ ગઈ. તાવ આવવા લાગ્યા પણ તેની પરવા ન કરી ચા
ખ્યાન ચાલુ રાખ્યું. જેમાસું પૂર્ણ કરી તબિયત બરાબર ન હોવા છતાં વિહાર કર્યો. નકે દર પધાર્યા. ગુરુભક્ત શ્રી લલિતવિજયજી મહારાજે જ્યારે ગુરુદેવની બિમારીના સમાચાર સાંભળ્યા ત્યારથી તેઓ વ્યાકુળ થઈ ગયા, પણ ચોમાસામાં તે શું થઈ શકે ! ચોમાસું પૂરું થતાં જ બે સાધુઓની સાથે બીકાનેરથી લાંબા લાંબા વિહાર કરી એક મહિનામાં ગુરુચરણોમાં આવી પહોંચ્યા. વાહ ગુરુભક્તિ !
“ઓહ ! લલિતવિજય ! ઊડીને આવ્યાં કે શું ”