________________
૨૧૭,
રાજસભામાં શાસ્ત્રાર્થ
રવામીજી! જ્યારથી અમે વ્યાખ્યાનમાં આવીએ છીએ ત્યારથી અમે તે નિશ્ચય કર્યો છે કે પર્યુષણને વડે તે કોઈ પણ ભોગે નીકળવું જ જોઈએ.”
મથેણ વંદામિ” પચેક ગૃહસ્થોએ વંદણ કર્યા.
“ધર્મલા મ! અહે લાલાજી તમે તે સત્વર આવી પહોંચ્યા. અમે એજ વાત કરતા હતા. લાલા સીતારામજી તથા લાલા પંજાબરાય તે કહે છે કે ચિંતા કરવાનું કશું કારણ નથી. હવે તમે પણ આવી ગયા. જે યોગ્ય લાગે તે પ્રબંધ કરો.” આપણું ચરિત્રનાયકે આગન્તુક આગેવાનેને બધી પરિસ્થિતિ સમજાવી.
કૃપાનાથ ! અમે જઈએ છીએ પતિયાલા. ત્યાંથી મંજુરી મેળવીને આવીએ છીએ. આપ નિશ્ચિંત રહેશે. અને લાલા પન્નાલાલજીને તે આપ જાણે છે. તેમની પ્રતિષ્ઠા રાજા મહારાજામાં ઘણી સારી છે. તે અમારી સાથે છે એટલે અમને પણ નિશ્ચિતતા છે.” લાલા ગંગારામજીએ જતાં જતાં મંજુરી માટે નિશ્ચયાત્મક ઉલ્લેખ કર્યો.
તમે સુખેથી સીધા. આધષ્ઠાયક દેવ તમારા કાર્યને સફળ કરો. પતિયાલાથી સમાચાર આપશે.” મહારાજશ્રીએ આશીર્વાદ આપ્યા.
“ અને અહીંની ચિંતા તે કરશે જ નહિ.” લાલા સીતારામજીએ તેઓને જણાવ્યું. - તેઓ પતિયાલા ગયા પણ રેસીડન્ટ સાહેબ સીમલા હતા તેથી, તેઓ સીમલા ગયા. પતિયાલાથી મહારાજશ્રીને