________________
શાસ્ત્રાર્થ
२०३ “સાહેબ! તે તે ઘણું જ સરસ. આપણે તે પહેલાં પૂછી જોઈએ અને તેમાં હારી જશે તે તે પછી વાત જ શી કરવી? ”
“લાલાજી! શાસ્ત્રાર્થ કરવામાં તે કઈને પહોંચવા નહિ દે. તેની દલીલબાજીથી તથા પ્રભાવિક વાણીથી તે સભાને પિતાની કરી લેશે.”
પણ સાહેબ ! આપણે ક્યાં ઓછી દલીલબાજી જાણીએ છીએ. ચર્ચા તે થશેને? આપણા પ્રશ્નોના ઉત્તર જ નહિ આપી શકે પછી પ્રભાવની વાત જ શી. આપ પહેલે પ્રશ્ન તે બતાવે.”
“આત્મારામજીએ જેન તત્વદર્શના બારમા પરિચ છેદમાં મહાનિશીથ સૂત્રના ત્રીજા અધ્યયનમાં પૂજા વિષયક જે પાઠ આપ્યો છે તે સૂત્રમાં ક્યાં છે? આ પ્રશ્નને જવાબ તે નહિ બતાવી શકે, કારણ કે સૂત્રમાં તે એ પાઠ છેજ નહિ. પછી લોકોને કહી દેવું કે આ લોકોની બધી વાતે મનમાની છે; શાસ્ત્રમાં તે છેજ નહિ અને સાચો વીતરાગ ધર્મ તે સ્થાનકવાસી પાળે છે. જોકે તત્કાળ સ્થાનકવાસી ધર્મના હિમાયતી બની જશે.”
x
- આજે સુજનમલને ઊંઘ જ ન આવી. વિચારપ્રવાહ શરૂ થયો અને તેની સ્વપ્નસૃષ્ટિ ઉજવળ ભવિષ્યની કલ્પનાથી નાચી શકી. તેને લાગ્યું કે અહા ! કે રહસ્યમય સવાલ? અને આ પ્રશ્નનો જવાબ તે વલ્લભવિજયજી આપી જ શકશે નહિ. અને તે તે જાણે ચિન્તામણિ રત્ન મળી ગયું