________________
२०२
યુગવીર આચાર્ય “મથ્થgવંદામિ !” સ્થાનકમાં જઈને પૂજ્યશ્રીને સુરજનમલે વંદન કર્યું.
“જીભાઈ! કેણ લાલા સુરજનમલ કે ? ”
“જી હા ! સ્વામીજી હવે શાસ્ત્રાર્થની તૈયારી કરવી જોઈએ. આપ ચૌદ શિષ્યના પરિવાર સહિત આવ્યા છે ત્યારની આખાએ શહેરમાં શાસ્ત્રાર્થની વાતે ચાલે છે.”
“શાસ્ત્રાર્થ માટે આપણે તો તૈયાર છીએ.” રોહનલાલજીએ ધીરજ આપી.
અને સાહેબ ! જે આ શાસ્ત્રાર્થમાં વલ્લભવિજયજી હારે તે તો બેડો પાર થઈ જાય. તે સ્થાનકવાસી બની જશે અને શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજના એક પ્રભાવશાળી મહાત્મા આપણા સાધુ થવાથી તેમને સંઘાડે પડી ભાંગશે. પંજાબમાં તે સ્થાનકવાસી સમાજનું સામ્રાજ્ય જામશે.” સુરજમલજીને ત્રણલેકનું રાજ્ય મળી ગયાને આનંદ થયો.
સાહેબ! આપ મન કેમ છે ? શું વિચાર કરે છે ? કરો નિર્ણય અને દિવસ નકકી કરી આપે તે હું તેમને ખબર આપું. વળી આપણે મેટીમોટી પત્રિકાઓ છપાવવી છે. ભલેને પંજાબના આગેવાને આવે.” સુનામલે તે તૈયારીની યોજના પણ કરી કાઢી.
શ્રાવકજી! શાસ્ત્રાર્થ કોની સાથે કરે? તેને ગુરુ આત્મારામજીએ અમારા પ્રશ્નના જવાબ તે હજી નથી આપ્યા.” થોડીવાર વિચાર કરી ને તુકકે શોધી કાઢયો.