________________
૧૯૩
સરસ્વતી મંદિરનું બીજારે પણ આપણે પૂરી કરવી રહી. મારું જીવન તે એ ગુરુદેવના અધૂરા કાર્યને પૂર્ણ કરવા માટે છે. ગુરુદેવના સમારકની યોજના તે તમને યાદ હશે. આજે તે પૂજ્ય બાબાજી મહારાજશ્રી કુશલવિજયજી મહારાજ આપણી સભાના અધ્યક્ષ છે. તેમની સાક્ષીએ આપણે આજે આ પાંચ ઠરા પસાર કર્યા છે. તે પાંચ ઠરાનું પાલન કરવા સમસ્ત પંજાબ શ્રીસંઘ બંધાય છે. તમે બધા તે યોજના ઉપાડી લેશે તે પ્રેરણા આપનાર અમે બેઠા છીએ. દુનિયા વિશાળ છે. જૈનધર્મના ઉપાસક અને જૈન ધર્માવલંબીઓ જ્યાં
જ્યાં હોય ત્યાંત્યાં આ સરસ્વતી મંદિરને સંદેશ પહોંચાડવાને મારે તમારો ધર્મ છે. ગુરુદેવનું નામ એ રીતે આપણે અમર કરીશું. આજે આપણે એ સરસ્વતી મંદિરનું બીજારોપણ કર્યું ગણાશે. તેમાંથી ગુરુદેવની ભાવનાના ફળસ્વરૂપ ગુરુકુલ, વિદ્યાલય, મહાવિદ્યાલય અને કન્યાપાઠશાળા જેવાં શિક્ષણનાં ધામે થોડા જ વરસોમાં તમે અને હું જોઈ શકીશું. એ જ્ઞાનપ્રચારથી જ જૈનસમાજ ઉન્નત થશે. અજ્ઞાનરૂપી અંધકારને નાશ થશે. હજારે હજારે બાલકે બાલિકાએ જ્ઞાન મેળવી સ્વ. પર કલ્યાણ સાધવા શક્તિમાન થશે.”
હોશિયારપુરથી વિહાર કરી, જડિયાલા ગુરુમાં મંદિર- ' જીની પ્રતિષ્ઠાનું કામ સમાપ્ત કરી આપ અમૃતસર પધાર્યા. પ્રતિષ્ઠા પછી મુનિશ્રી લબ્ધિવિજયજી તથા મુનિશ્રી લલિતવિજયજીએ આપની આજ્ઞાનુસાર મારવાડ-ગુજરાત તરફ વિહાર કર્યો. અમૃતસરમાં શ્રીસંઘ પંજાબના આગેવાને