________________
યુગવીર આચાર્ય કઈ જૈનેતર તરફથી પ્રકાશિત થતા પુસ્તકનું અવલોકન કરી તેમાંના દેશે માટે આંદોલન કરવું અને તે તે લેખક કે પ્રકાશકને ભૂલ સુધારવા માટે અનુરોધ કરે.”
આ રીતે જીરામાં “જૈનસાહિત્ય અવકન સમિતિ”ને શરૂઆત કરવામાં આવી.
જીરાથી વિહાર કરી માલેરકોટલા થઈ આપ અંબાલા પધાર્યા. સં. ૧૫૯નું ૧૭ મું ચાતુર્માસ અહીં અંબાલામાં સંપૂર્ણ કર્યું.
અહીં ઑગસ્ટ ૧૯૦૩ માં શ્રી આત્માનંદ જૈનસભા પંજાબને ઉત્સવ થયે. સભાપતિનું સ્થાન આપે શેભાવ્યું,
આત્માનંદ જેનસભાના કાર્ય પ્રદેશની ચર્ચા થઈ. તેમજ પંજાબમાં શહેરેશહેર, ગામેગામ, ઘેરઘેર સભાને સંદેશ પહોંચાડવા, સંગઠન સાધવા, શિક્ષણકાર્ય ઉપાડવા. પાઠશાળા, કન્યાશાળા સ્થાપવા તથા સામાજિક સુધાર માટે આદેલન કરવા ઠરાવ કરવામાં આવ્યા. સભા દિવસે દિવસે બળવતી થવા લાગી.
આ વર્ષમાં મુંબઈમાં શ્રી શ્વેતાંબર જૈન કોન્ફરન્સનું અધિવેશન થવાનું હતું. આપે તેમાં સક્રિય ભાગ લેવા ઉપદેશ આપ્યું. આ ઉપરથી પંજાબના પ્રત્યેક શહેરમાંથી પ્રતિનિધિ મોકલવાની યેજના થઈ ત્યારથી પ્રત્યેક કન્ફ રન્સના અધિવેશનમાં પંજાબના પ્રતિનિધિ ભાગ લઈ રહ્યા છે.
આ ચાતુર્માસમાં અંબાલા શહેરમાં એક પાઠશાળાની સ્થાપના થઈ. તેનું નામ “શ્રી આત્માનંદ જૈન પાઠશાળા ”