________________
યુગવીર આચાર્ય
“બેટા છગન ! તારી મનેકામના પૂરી થઈ.” વહેલા ઊડી પ્રતિક્રમણ કરી વંદન કરવા જતાં જ છગનભાઈને ગુરુદેવે કહ્યું.
ગુરુદેવ? શું ખીમચંદભાઈ સમજ્યા!”
અરે ભાઈ! તારી વીરતા અને દ્રઢતા પાસે મેર પણ ચલાયમાન થઈ જાય.” ગુરુદેવ હસ્યા. : “કૃપાનિધાન! કહે તે શું ચમત્કાર કર્યો આપે?”
અરે ભાઈ! રાત્રે બાર વાગ્યે ગોડીદાસભાઈ અને બીમચંદભાઈ આવ્યા હતા. ગેડીદાસભાઈએ કાંઈ બે વચન કહ્યા હશે. ખીમચંદભાઈની સૂતેલી ધર્મ–ભાવના જાગૃત થઈ આવી. બિચારા જીવને ઊંઘ જ ન આવે અને રાત્રે અહીં આવ્યા ત્યારે જંપ્યા.”
પછી !”
પછી શું ! તને દીક્ષા અપાવવા તેમણે જ કહ્યું અને તે તે બહુ જ ગળગળા થઈ ગયા. હૃદય ભરાઈ આવ્યું અને અમારી આંખ પણ ભીની થઈ ગઈ.”
પ્રભો ! આપના પુણ્યપ્રભાવને જ એ ચમત્કાર. આપની ધીરજ, આપની સાધના, આપની પ્રતિભા અદ્વિતીય છે. આજે હું કૃતકૃત્ય થયો. આજે મારું જીવન સાર્થક થયું. આજે મારી તપશ્ચર્યા, ધમપ્રેમ, ગુરુભક્તિ અને ઉચ્ચજીવનને અભિલાષ ફળ્યા.” ગુરુદેવના ચરણ શિષ્યની અશ્રુધારાથી ભીંજાયા.