________________
જીવનસ દેશ
૧૩૯
મનેસૃષ્ટિ તું સમજી લે.” ગુરુએ પેાતાની ચિંતા વ્યક્ત કરી.
“ આપની આજ્ઞા મારે શિરોધાય છે, ગુરુદેવ ! ” શિષ્યે વિનય બતાવ્યેા.
tr
વત્સ ! સારાષ્ટ્ર અને ગુજરાતની સંસ્કારિતા, ધમપ્રેમ, ભક્તિભાવ, સંસ્કૃતિ, આતિથ્ય અને સમૃદ્ધિની મારા પર સારી છાપ પડી છે. વીરભૂમિ પંજાબનાં પ્રેમ, વીરતા, અડગતા અને સરળતા તથા અનન્ય ગુરુભક્તિ પણ કેમ ભૂલાય ? એ પ્રદેશેાદ્વારા જૈન સમાજનું કલ્યાણ સાધી શકાય એમ. મને સમજાય છે. તેમાં જ શાસનની શૈાભા છે. ગુરુએ પેાતાના ભાવ રજુ કર્યા.
· ગુરુદેવ ! આપની વાત બરાબર છે. સમાજનું કલ્યાણ એ મહત્ત્વની વસ્તુ છે. પણ તે માટે શુ શુ કરવુ આવશ્યક છે તેની ઝાંખી કરાવવા કૃપા કરશે! ?” શિષ્યે પ્રશ્ન કર્યા.
“ ભાઈ! ક્રાન્તિ અને શાન્તિ એ બે મત્રે જો સમાજ ખરખર ઝીલે તે ભવિષ્યના જગતમાં જૈનશાસનના અહિંસા અને સત્યને ભારે વિજય થાય. મારું જીવન કેવું ક્રાન્તિમય છે, પણ શાન્તિની મારી સાધના પણ તેટલી જ તીવ્ર છે. ’’
“ આપની ભાવી યેજના શી છે ? કૃપાળુ ! ’’
“ બેટા ! ગગનચુખી મદિરા શ્રદ્ધાનાં સૂચક થઈ ગયાં. તે દેશને પૂજનારા પણ સુખી હાવા જોઇએને? પણ જ્ઞાન વિના સુખશાન્તિ નથી. અનેક પ્રકારના વહેમે તે સિવાય નષ્ટ થવા મુશ્કેલ છે. જ્ઞાન એ પ્રકાશ છે. એટલે હવે મારું લક્ષ્ય સરસ્વતી મંદિર તરફ છે. એકપણ જૈન બાળક--મલિકા જ્ઞાનથી વાંચિત ન રહે. ગામેગામ શહેરેશહેર વિદ્યાલયે