________________
૧૫૫
ગુરુદેવનું સ્મારક માત્ર ઉપદેશ આપી શકીએ પણ તેની વ્યવસ્થા આદિને પ્રબંધ તે પંજાબ શ્રી સંઘને કરવાનું રહેશે.”
ગુરુદેવના સ્મારકની યોજના શ્રીસંઘે સાંભળી, ગુરુદેવના અધૂરા કાર્યને પૂરા કરવાનો બધાએ નિશ્ચય કર્યો. આ સંદેશ ગામેગામના શ્રીસંઘને મળ્યો અને ગામેગામ ગુરુદેવના સ્મારકને માટે યથાશક્તિ ફંડ આદિ થયું.
આજે એ જનાના કાર્યોને વિચાર કરતાં પ્રત્યેક ગુરુભક્તને હર્ષ થાય છે. ખરેખર ગુરુદેવના સમારકને માટે પંજાબે પિતાને ફાળો પૂર્ણ રીતે આપે છે, એટલું જ નહિ પણ હિંદભરના ગુરુભક્તોને તેમાં ફળે છે.
૧ આજે આત્મસંવત ચાલે છે.
૨ સમાધિમંદિરનું ખાતમુહૂર્ત સં. ૧૫૩ આત્મસંવત ૧ માં થયું. સં. ૧૯૬૫ આત્મસંવત ૧૨ વૈશાખ શુદી ૬ ના ચરણસ્થાપના-સમાધિમંદિર પ્રતિષ્ઠા થઈ અને તેનું નામ શ્રી આત્માનંદ જેન ભવન રાખવામાં આવ્યું.
૩ “આત્માનંદ જૈન સભા” નામની સંસ્થાઓ પંજમાં જગ્યાએ જગ્યાએ સ્થાપના થઈ છે. ભાવનગરમાં વર્ષોથી એક “ શ્રી આત્માનંદ જૈન સભા સાહિત્ય પ્રકાશન વગેરે કાર્ય ઉત્તમ રીતે કરે છે. મુંબઈમાં પણ આત્માનંદ જૈન સભા હમણું શરૂ થઈ છે.
વળી પંજાબની આ સભાઓના કેન્દ્રસ્થાન તરીકે “ શ્રી આત્માનંદ જૈન મહાસભા” ઉપાધ્યાયજી શ્રી સેહનવિજયજી મહારાજના પ્રયાસથી સ્થાપન થઈ છે.