________________
૧૭૦
યુગવીર આચાય
ગરમી કહે મારું જ રાજ્ય, પાણીનેા પણ શેષ પડયા. હતું તે પૂરું થઇ ગયુ. ભૂખ પણ લાગેલી. કષ્ટસાધ્ય મુસાફરી પૂરી કરી, સાંજે મિયાંમીરની છાવણીમાં પહોંચી શાન્તિને શ્વાસ લીધે.
બીજે દિવસે લાહારમાં પ્રવેશ થયેા. આજથી ચાલીસ વર્ષ પહેલાં તે લાહારમાં એ ઘરમંદિરમાગીનાં હતાં. જિનમદિરની પાસે પાંચાયતી મકાનમાં આપ આવી પહોંચ્યા. વ્યાખ્યાનમાં ધીરેધીરે ખીજા ભાઇએ પણ આવવા લાગ્યા. ગુરુમહારાજ પ્રત્યે બધાને સારા પ્રેમ હતા. જોહરીના પરિવારમાંથી બાબુ નહ્યૂમલ, બાબુ મેાતીલાલજી, લાલા ખુલાખીમલ આદિ ઘણા ભાઈએ તથા બહેનો પણ આવવા લાગ્યા. દિલ્હીવાળા લાલા મહુતામરાયજીના પરિવારમાંથી કેટલાક ભાઈ એ સરકારી નોકરીમાં હતા તે ? તેમ જ તેમના કુટુંબની સ્ત્રીએ પણ વ્યાખ્યાનમાં આવવા લાગી. કોઈપણ શ્વેતાંબર સાધુ લાહારમાં મહિના રહેલા નહિ પણ આપણા ચરિત્રનાયક તા ભવિષ્યના લાભ સમજી જૈન ધર્મના સિદ્ધાંતેાના પ્રચાર માટે તેમજ શ્વેતાંબર સમાજની વૃદ્ધિ માટે રહ્યા. થાડુ' કષ્ટ પડે તા તેની તે પરવા જ હતી નહિ. વૃદ્ધ મુનિરાજે શ્રી ચારિત્રવિજયજી મહારાજ અને શ્રી ઉદ્યોતવિજયજી મહારાજના પત્ર આવવા લાગ્યા કે લાહારમાં વધુ રહેવું નહિ પણ મહારાજશ્રીએ સ્થિરતા કરી અને તે વખતે વાવેલું બીજ થાડા જ વર્ષોંમાં વૃક્ષરૂપે ફળ્યુ. આજે તા લાહારમાં મૂ. શ્વેતાખર સમાજની બહુ સારી વસ્તી છે, એટલું જ નહિ પણ મદિર ભારે સુંદર થયું