________________
વાણીના ચમત્કાર
ચંદ્રજી પણ તેમના પરમ ભકત બની
ગયા હતા.
આપણા ચરિત્રનાયકની વાણીમાં ખરેખર જાદુ છે. એક વખત સાંભળનારને તૃપ્તિ થતી નથી. જૈન-જૈનેતર, હિંદુ–સનાતની, આય સમાજી કે મુસલમાન, અધિકારી કે રાજકમ ચારી બધા તેમને સાંભળવા ઉત્સુક રહેતા અને તેમનાં વચનામૃતે સાંભળી સાંભળી પાતાના જીવનને ધન્ય માનતા. જીવનને ઉચ્ચ, ઉન્નત અને ધર્મમય બનાવવા પ્રેરણા મેળવી જતા.
૧૭૭
નાભાથી વિહાર કરી આપ સામાના, પતિયાલા, અખાલા, રાપડ થઇને હોશિયારપુર પધાર્યાં. અહીંના શ્રીસંઘે સ્વગીય આચાર્ય મહારાજશ્રી શ્રીમદ્ વિજયાનંદ સૂરીશ્વરની એક પ્રતિમા તૈયાર કરાવી હતી. સં. ૧૯૫૬ ના વૈશાખ સુદી ૬ ના દિવસે ધામધૂમપૂર્વક પ્રતિષ્ઠાનું કામ સમાપ્ત કર્યું. સં. ૧૯૫૬ નું ૧૪ મું ચાતુર્માસ હોશિયારપુરમાં સંપૂર્ણ થયું.
}