________________
અદ્વિતીય શિષ્યરત્નની પ્રાપ્તિ
ચોમાસા બાદ નારેવાલથી બધાએ એક સાથે વિહાર કર્યો. આપ અમૃતસર પધાર્યા. અહીં અંબાલાનિવાસી લાલા ગંગારામજી, હોશિયારપુર નિવાસી લાલા ગુજરમલજી તથા લાલા નથુમલજી, અમૃતસર નિવાસી લાલા પન્નાલાલજી જોહરી અને લાલા ફગ્ગમલજી બધાએ મહારાજશ્રીને આચાર્યપદ માટે પ્રાર્થના કરી. મહારાજશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં તેને ઈન્કાર કર્યો અને તે માટે વૃથા પ્રયત્ન ન કરવા સૂચના કરી.
અહીંથી શ્રી બાબાજી મહારાજ શ્રી કુશલવિજયજી આદિની સાથે વિહાર કરી જડિયાલા પધાર્યા. અહીં લુધિચાના નિવાસી લાલા હરદયાલ આદિ જોધાવાળાની ભાભી અને અંબાલા નિવાસી લાલા નાનકચંદ બાબૂની પુત્રીની દીક્ષા ધામધૂમપૂર્વક થઈ. તેનું નામ સાધ્વી શ્રી દેવશ્રીજી રાખવામાં આવ્યું. હાલમાં પ્રવર્તકણું સાધ્વીજીશ્રી દેવશ્રીજી તરિકે પ્રસિદ્ધ છે–વર્ષોથી પંજાબમાં વિચરી રહ્યાં છે અને ઉપકાર કરી રહ્યાં છે.
આ આખા સમુદાયમાં સાધ્વીજી દેવશ્રીજી એક વિદુષી સાધ્વી છે. તેમને પરિવાર બહ મટે છે. ગુરુદેવ પ્રત્યે તેમને બહુ જ સન્માન છે અને ગુરુદેવના ગુરુરૂકુળ માટે જગ્યાએ જગ્યાએ સ્ત્રીઓને ઉપદેશ આપીને ઘણી ઘણી તિથિઓ તથા દાનની રકમે તેમણે અપાવી છે.
ધન્ય છે એ સાધ્વી રત્નને અને તેમના આવા સુંદર પરિશ્રમને.
ગૂજરાતની સાધ્વીજીઓ તેમનું દ્રષ્ટાંત લે તે ગૂજરાત કેવું સમૃદ્ધ થાય?