________________
અદ્વિતીય શિષ્યરત્નની પ્રાપ્તિ
૧૮ સહનવિજયજીને પંન્યાસપદવી આપી હતી. સાથે મુનિશ્રી ઉમંગવિજયજી અને વિદ્યાવિજયજીને પણ પંન્યાસપદવીથી વિભૂષિત કર્યા.
- ઈ. સ. ૧૯૯૫ માં પં. શ્રી લલિતવિજ્યજીને ઉત્સવ પ્રસંગે આપણા ચરિત્રનાયકની આજ્ઞા અને પ્ર. શ્રી. કાંતિવિજયજી મહારાજની સંમતિથી મોટી માનવમેદનીએ ઉપાધ્યાય પદવી આપી હતી. ગુરુદેવનાં કાર્યોમાં તેમને અહોનિશ સહકાર છે.
સં. ૧૯૨ વૈશાખ સુદી માં આચાર્યશ્રીએ (આપણું ચરિત્રનાયકે) મીયાગામમાં શ્રી સંઘ સમક્ષ ધામધૂમપૂર્વક એમને આચાર્ય પદવીથી વિભૂષિત કર્યા છે.
શ્રી મહાવીર જૈન વિદ્યાલયના વિકાસમાં એમને સુંદર ફાળે છે. ગુરૂદેવની આજ્ઞાથી અનેક કષ્ટો વેઠીને એઓ પંજાબથી મુંબઈ ગયા હતા અને ગુરૂદેવની કૃપાથી શ્રી મહાવીર જૈન વિદ્યાલયની જડ મજબૂત બનાવી.
ગુરુદેવની ભાવના પંજાબમાં એક ગુરૂકુળ કાયમ કરવાની હતી, તે માટે એક લાખ રૂપીઆ ન થાય ત્યાં સુધી ગુરુદેવને મિષ્ટ પદાર્થમાત્રનો ત્યાગ હતે. એ વાતની હમેશાં ચિંતા રહેતી હતી. મુંબઈમાં એક દાનવીર મળી આવ્યા. તે હતા વેનવ પણ જેનધર્મ પ્રત્યે અભિરૂચિ જાગી. હંમેશાં મહારાજશ્રી પાસે આવતા. પ્રસંગ જોઈને ગુરુદેવની પ્રતિજ્ઞાની વાત કહી. ગુરૂકુળની આવશ્યકતા, પંજાબના લેકેની શ્રદ્ધા અને સરળતા, પંજાબનું ગુરૂવર્યાનું કાર્ય વગેરે મનમોહક વર્ણન સાંભળી દાનવીર શેઠ વિઠ્ઠલદાસ ઠાકરદાસને