________________
૧૭૨
યુગવીર આચાર્ય
આપણા ચરિત્રનાયકે પૂછ્યું.
“હાજી મહાત્મા ! આ દાસને હીરાસિંહ કહે છે” સાધુ મહારાજને જેઈ સરદાર ઉભા થઈ ગયા. હાથજોડી પ્રણામ કર્યા અને નમ્રભાવથી જવાબ આપ્યો.
“સરદારજી! અમે આપના બળની બહુ જ પ્રશંસા સાંભળી છે.”
“સ્વામીજી! એ તે સંતપુરુષની કૃપાનું ફળ છે.”
“સરદાદરજી ! અમારા ગુરુદેવને આપને જોવાની ખાસ ઈચ્છા હતી.” શ્રી લલિતવિજયજીએ હાદિક ભાવ બતાવ્યું.
“મારાં ધન્યભાગ્ય! જલપાન લેશો?” પ્રાર્થના કરી. “ખપ નથી !”
પછી તે એ સીખ સરદારે પોતાની મણની બનેલી લોઢાની ભારે મગદળ ઉપાડીને હવામાં ઉછાળી, ખુબીથી ફેરવી અને ત્રણચાર અપૂર્વ દાવ બતાવ્યા. વ્યાયામની તાલીમને અદ્વિતીય નમૂને જોઈને સર્વે ઉપાશ્રયે આવી પહોંચ્યા.
અહીંથી વિહાર કરી પટ્ટી પધાર્યા. સં. ૧૫૪ નું ૧૨ મું ચાતુર્માસ પટ્ટીમાં સંપૂર્ણ કર્યું. આ ચોમાસામાં આપની સાથે બાબાજી મહારાજ શ્રી કુશળવિજયજી, શ્રી હીરવિજયજી મહારાજ, શ્રી સુમતિવિજયજી મહારાજ, શ્રી શુભવિજયજી તપસ્વી, શ્રી લબ્ધિવિજયજી મહારાજ, શ્રી વિવેકવિજયજી મહારાજ અને શ્રી લલિતવિજયજી મહારાજ આદિ સાત થાણ હતા. પંડિત ઉત્તમચંદજી તથા પંડિત અમીચંદજીના સુગથી તત્ત્વચર્ચા પણ ખૂબ આનંદથી થતી હતી.