________________
યુગવીર આચાર્ય
૪ શ્રી આત્માનંદ જૈન પાઠશાળાઓ તે ગામે ગામ ચાલુ છે. કન્યા પાઠશાળા પણ ચાલે છે. આત્માનંદ જેન સ્કૂલ અને શ્રી આત્માનંદ જેન હાઈસ્કૂલ પણ ચાલે છે. હમણાં જ શ્રી આત્માનંદ જૈન કેલેજ પણ અંબાલામાં શરૂ થઈ છે અને સં. ૧૮૧ આત્મસંવત ૨૯ મહા શુદી ૬ શુક્રવારે આપણા ચરિત્રનાયકના હાથથી “શ્રી આત્માનંદ જૈન ગુરુકુળ પંજાબ” નામનું ગુરુકુળ પણ ગુજરાનવાલ માં સ્થાપન થયું છે અને તે બરાબર ચાલે છે.
૫ શ્રી આત્માનંદ જૈન માસિક પત્રિકા વર્ષો સુધી - બાબુ જશવંતરાયજી જનીના તંત્રી પણ નીચે ચાલતી હતી. જેન કોલેજને માટે પહેલેથી એક “પાઈ ફંડ” શરૂ કરવામાં આવ્યું હતું. પાછળથી તે ફડ બંધ થઈ ગયું પણ જેટલી રકમ હતી તેમાંથી વિદ્વાને તૈયાર કરવામાં આવ્યા.
સં. ૧૫ર નું ચાતુર્માસ આપણું ચરિત્રનાયકે ગુજરાનવાલામાં સંપૂર્ણ કર્યું અને ગુરુદેવના સ્મારકની યેજના તૈયાર કરી. શ્રી સંઘ પંજાબને તે માટે પ્રેરણા આપી.
હવે બધી જવાબદારી તેમના ઉપર આવી પડી. પિતાની વય તે હજી નાની હતી, પણ ગુરુદેવની કૃપાદ્રષ્ટિથી જવાબદારીપૂર્વક ધીમે ધીમે શાંતિથી બધાં કામ થવા લાગ્યાં. ગુરુવિયેગનું દુઃખ તે હતું જ, પણ ગુરુદેવના ગુલશન સમા પંજાબની રક્ષા અને સારસંભાળને ભાર પણ હતું જ. શ્રી સંઘ પંજાબને ગુરુવિરહથી થયેલા આઘાતમાંથી તેમને સાંત્વન આપવું, વળી પ્રતિપક્ષીઓ તરફથી થતા આક્રમણને પ્રત્યુત્તર દેવે, આપને માટે કષ્ટ