________________
જનતાને પ્રેમ
૧૧a નગીનભાઈએ એક વાત કહેલી તે પ્રત્યેક સાધુ મુનિરાજને અત્યંત આવશ્યક છે. તેમણે કહેલું કે “આપ વૃદ્ધ સાધુ મુનિરાજેની સાથે વિચારે છે તે બહુ શ્રેષ્ઠ છે. વૃદ્ધ સાધુના સહવાસથી યુવક સાધુનું જીવન અનેક જાતની બુરાઈઓથી બચી જાય છે.”
આ સમયે શ્રી બાલાજી મહારાજ, શ્રી હીરવિજયજી મહારાજ અને શ્રી સુમતિવિજયજી મહારાજ એ ત્રણે વૃધ્ધના સહવાસમાં મહારાજશ્રી હતા.
અકાલગઢથી વિહાર કરી ગુજરાંવાલા થઈ આપ જમ્મુ પધાર્યા. જમ્મમાં ઘણા વર્ષો મુનિરાજનાં પગલાં થતાં હાઈ લોકેએ ખૂબ ધામધૂમથી સ્વાગત કર્યું. વ્યાખ્યાનમાં શ્રાવકે સિવાય સનાતની ભાઈઓ, સીખ સરદારો તેમજ કેટલાક બ્રાહ્મણ ભાઈઓ પણ આવતા હતા. ચર્ચા માટે પણ ઘણું જૈનેતર ભાઈઓ આવતાં, તેઓને મહારાજશ્રીની દલીલપૂર્વક શાંતિથી સમજાવવાની શૈલી બહુ મજાની લાગતી અને એ રીતે જે કોઈ એક વખત તેમના સંપર્કમાં આવતું તે તે સંતુષ્ઠ થઈને જતું.
જમ્મુથી સનખતરા તરફ જતાં રસ્તામાં વિશાહ નામના ગામમાં રાત રહેવું પડયું. ગામની ધર્મશાળામાં આપે આશ્રય લીધો.
અરે ! કનુ ! આ ધર્મશાળામાં કાણુ ઉતર્યું છે?” મહારાજ ! સાધુલેક!
તે કોના હુકમથી સાધુને ઉતાર્યા?” છનું નકર બિચારો ભટજીની ગર્જના સાંભળી ગભરાયે ને ચૂપ થઈ ગ.