________________
જનતાને પ્રેમ પિતાને બચાવ શેાધતા બેલ્યા.
“પંડિતજી! શું તમે એમ માને છે કે ધર્મભૂમિ ભારત વસુંધરામાં હવે ધર્મનું નામનિશાન પણ નથી અને શું સાધુ મહાત્માઓ બધા મરી ખૂટયા છે? તમને વખત હેય તે હું સાધુતા વિષે બે શબ્દ કહેવા ઈચ્છું છું.” મહારાજશ્રીએ પંડિતજીને વિચાર કરતા કરી મૂક્યા.
“સ્વામીજી! મારી ભૂલ થઈ. આપ જરૂર કહો. મને આપની વાણી સાંભળી શાંતિ થાય છે. મેં આપને ઓળખ્યા નહિ.” પંડિતજી નમ્રભાવે બેલ્યા.
સાંભળે ત્યારે ! પંડિતજી ! અમે જૈન સાધુએ છીએ. અમારા સાધુઓ દ્રવ્યના નામે એક ફૂટી બદામ પણ ન રાખી શકે. તે સ્ત્રીની તે વાત જ શું કરવી? એટલું જ નહિ પણ ગૃહસ્થીના મકાનમાં કે જ્યાં સ્ત્રીઓનો વાસ હોય ત્યાં અમારાથી રહેવાય પણ નહિ. ગમે તેટલી ગરમી હોય. દિવસે અન્નજળ મળે કે ના મળે પણ રાત્રે અન્ન કે જળનું ટીપું પણ લેવાય જ નહિ. ઘરબાર દૌલત છેડી ઘેરઘેર માધુકરી માગીને ખાવી. કરોડપતિ કે ગરીબ અમારા સાધુઓની દ્રષ્ટિમાં સમાન છે. એક ઘરથી ભજન ન લેવાય. ચાતુર્માસ સિવાય એક મહિનાથી વધારે કઈ ગામમાં રહેવાય પણ નહિ.
“ગરમી કે શરદી ગમે તે હોય પગે ચાલીને જ જવાય. ગાડી, ઘોડા કે કોઈ પણ વાહનને ઉપગ થઈ જ ન શકે. વિદ્યા ભણવી, ભણાવવી અને તીર્થયાત્રા કરવી તથા લોકોને આત્મકલ્યાણને માર્ગ બતાવ એ અમારે આચાર