________________
૧૬૭
યુગવીર્ આચાર્ય
લાભ લેતા. અહીં મહારાજા રણજીત{સંહના પ્રપૌત્ર સરદાર ઈચ્છરાસિંહજીના મિત્ર, ઘણા ગામેાના માલિક એક વખત આપના દેશને આવ્યા. મહારાજશ્રીએ તેમને ધર્મોપદેશ સભળાવ્યે અને એ એવા તા મુગ્ધ થઈ ગયા કે જ્યાં સુધી મહારાજશ્રી રહ્યા ત્યાં સુધી રાજ વ્યાખ્યાનમાં આવવાનું ન ભુલતા. વિહાર વખતે સરદાર આવ્યા. ગુરુચરણમાં નમસ્કાર કર્યાં અને આશીર્વાદ માગ્યા. સજી નેત્રે સરદારે વિદાય આપી.
અહી થી વિહાર કરી અકાલગઢ થઇને રામનગર પધાર્યા. અહીંના બધા જૈન ભાઈ આ સ્વર્ગીય મૂઢેરાયજી મહારાજના અનાવેલા હતા. તેથી મહારાજશ્રીને જોઈને તેઓ બધાને ખૂબ આનંદ થયા. બધાએ મહારાજશ્રીની ભારે સેવાભક્તિ કરી. તે જકતા જાનીજૂની વાત કરતા અને મહારાજશ્રીને તે પુરાણી વાતે સાંભળી આનંદ થતા, વ્યાખ્યાનના લાભ લેવા બીજા ભાઈ એ પણ આવતા.
અહીંના મેટા જમીનદાર અને ક્ષત્રિય જાતિના આગેવાન લાલા રામેશાહ સનાતન ધર્મના સ્તંભ કહેવાતા હતા. તેમણે મહારાજશ્રીનું આગમન સાંભળ્યું અને તે વ્યાખ્યાનમાં આવવા લાગ્યા. પછી તે આકષણુ એવું વધ્યું કે કઈ દિવસ તેઓ વ્યાખ્યાનમાં ન હોય તેમ નહિ. એટલું જ નહિ પણ કેટલાક મિત્રાને પણ લેતા આવે. મહારાજશ્રીને સાર્વભામ ધમને ઉપદેશ સાંભળી તે આનદિત થતા.
“ મહારાજશ્રી ! મેં સાંભળ્યું છે કે આપ આવતી કાલે રાવલપી’ડી તરફ પધારવાના છે, શું તે સાચું છે ! ”