________________
ગુરુદેવનું સ્મારક
૧૫૩
છે. વારંવાર એ તેજોમય મૂર્તિ નજર આગળ ખડી થાય છે. એમની પ્રતાપી મધુર વાણી ફરી ફરીને સંભળાય છે.
મને તે ઊઠતાં, બેસતાં, ગોચરી વખતે કે વ્યાખ્યાન વખતે, જતાં-આવતાં, નિત્યક્રિયા કરતાં કરતાં એ તેજોમય મૂર્તિ ભૂલી ભૂલાતી નથી. એ દિવ્ય દેહ તે નથી પણ તેમને અમર આત્મા એક એક પંજાબી હૈયામાં ગુંજી રહ્યા છે.
એ ગુરુદેવ, આત્મારામ ખરેખર આત્માના રામ જેવા, યાદ કરતાં જયામાં ઝણઝણાટી જગાવે છે, અનેકાનેક સમરણે ખડાં થાય છે, અનેકાનેક ગુરુદેવની પ્રવૃત્તિઓ યાદ આવે છે. તેમની બુલંદ વાણી, પ્રાણીમાત્ર પ્રત્યેની પ્રેમભાવના, શિષ્ય પ્રત્યેની અમીદ્રષ્ટિ, સંઘે સંઘના કલ્યાણની અહેનિશ સાધના અને દેશ વિદેશના હજારે લાખ હૃદમાં તેમની પ્રત્યેની નિઃસીમ ભક્તિ-બધું ય યાદ આવે છે ત્યારે હૈયું હાથમાં રહેતું નથી. વારે વારે તર્યા કરે છે એ પ્રેમની પરમ પવિત્ર પ્રભાવિક તેજોમય મૂતિ! તેમની પ્રેરણા હજી તે આપણું હૃદયમાં પ્રાણ પૂરે છે.”
આપણું ચરિત્રનાયકના આટલાં દર્દભર્યા, લાગણી ભર્યા વચનોએ જાદુ કર્યો. નાના મોટા બધાની આંખે અશ્રુભીની થઈ ગઈ. ચરિત્રનાયકને પણ ગુરુદેવ યાદ આવી ગયા. તેમની આંખ સજળ થઈ ગઈ. આગળ શબ્દ ન બેલી શક્યા ને ગડ્ડલી શરૂ થઈ. ગર્લ્ડલી પછી આગળ ચલાવ્યું.
“આપણે બધાનું હવે શું કર્તવ્ય છે ?” “એ જ્ઞાન દિવાકરના સંદેશને આપણે ઝીલવે, તે