________________
અન્તિમ અંજલિ
અનુભવતા મૃત્યુને ભેટવા તૈયાર હતા.
“ ગુરુદેવ! કેમ છે આપને!આપણું ચરિત્રનાયકે હિંમત રાખી પૂછયું.
આજે શ્વાસનું જેર વિશેષ છે, ભાઈ!”
“વેદને બોલાવું. આપ કહે તે ડાકટરને બોલાવીએ.” આપણું ચરિત્રનાયકે ઉત્સુકતાથી પૂછ્યું.
ના ભાઈ ના, આમાં હવે વૈદ શું કરશે. તુટીની બૂટી નહિ.”
ત્યાં તે બધા મુનિરાજ એકઠા થઈ ગયા. બધાની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. આપણું ચરિત્રનાયક તે બાળકની જેમ ગુરુદેવની પથારી પાસે ઢગલે થઈ ગયા. જોરજોરથી ડુસકા ભરવા લાગ્યા.
ગુરુદેવે વલ્લભને માથે હાથ મૂકે ને કહેવા લાગ્યા, “વભ! શિષ્ય ! મને કાંઈજ નથી. સાતમ ધારી હશે તે આઠમ થવાની નથી. મારું કાર્યક્ષેત્ર તે હવે પૂરું થયું છે. આ શરીરથી થયું તેટલું બધું કર્યું છે. આ પેળીયું તે જૂનું થયું છે. બિચારું હવે કેટલું ચાલે? હવે તે શાશ્વત આરામ મળશે. ચિરશાંતિ હું ઝંખી રહ્યો છું. તમે કઈ ગભરાશે નહિ. વલ્લભ, તું હિંમત રાખજે. મારી પાટ તને સેફ છું. “પંજાબની રક્ષા એજ મારી અંતિમકામના.”
દિવસે જરા સ્વસ્થતા હતી ત્યારે ધીમેધીમે આપણા ચરિત્રનાયક જે અહેનિશ ગુરુ ચરણમાં જ રહેતા તેમને તથા સાધુવૃંદને સંબોધી કહ્યું. હૃદયમાંથી અંતિમવચને સરી