________________
ગુરુવિરહ
૧૦૧ હર્ષવિજયજીને ઘણીવાર તપાસ્યા. થોડીવાર વિચાર કર્યો અને પછી યતિશ્રીની સાથે રોગ-દવા-નિદાન અને ઈલાજ માટે ખાનગી રીતે બેચાર વાત કરીને સ્પષ્ટ જણાવ્યું.
મને આચાર્યશ્રીએ મોકલ્યો છે. તેમણે મને એ પણ સૂચના આપી છે કે તમારો સ્પષ્ટ અભિપ્રાય તમે આપશે. મેં પણ ખૂબ વિચાર કરી જે. વળી શ્રી યતિશ્રી અહીં હાજર હોવાથી તેમની સાથે પણ મેં ઠીક ચર્ચા કરી છે.”
આપ અમને જે કહેશો તે અમે બરાબર માનીશું અને યથાયોગ્ય તે પ્રમાણે કરીશું.” એક આગેવાને વૈદ્યરજને કહ્યું.
મહારાજશ્રી ! હું જાણું છું કે તેઓ આપના પરમપૂજ્ય ગુરુદેવ છે. હું એ પણ જાણું છું કે આપ તેમને માટે પ્રાણ પાથરી રહ્યા છે. શ્રી સંઘની સેવાભકિત તે પ્રશંસનીય છે, પણ તૂટીની બૂટી નથી હોતી. મારે અભિપ્રાય છે કે હવે ગુરુદેવને અંતિમ સમય છે. તમે બધા હિંમત રાખીને તેમને અંતિમ સમય સુધારી લ્ય.” આપણા ચરિત્રનાયકને તેમણે પિતાની દ્રષ્ટિ જણાવી.
પણ વૈદ્યરાજ ! હવે બીજે કશે ઉપાય નથી શું ? આપ અને યતિજી જેવા નિષ્ણાત વૈદ્યો પણ શું કાંઈ નહિ કરી શકે ?” આપણા ચરિત્રનાયકે ઉદાસ મનથી ગળગળા હૃદયે પૂછ્યું.
“મહારાજશ્રી ! ઈલાજ હોત તે તો અમે તે જરૂર