________________
અધ્યયન કે ગુરુસેવા
૧૨૭
ચાતુર્માસમાં આપણા ચરિત્રનાયક ઉપર ગુજરાતથી પણ પત્ર આવ્યા. ગૂજરાતમાં તેમના પાલીતાણા તરફના વિહારની વાત પહોંચી ગઈ હતી. ઘણાને તે માટે આનંદ થતું હતું, પણ કેટલાક અંગત હિતૈષી આત્મજનને તે થોડું દુઃખ થયું. તેઓની તે માન્યતા હતી કે આપણા ચરિત્રનાયક ગુરુદેવના ચરણોમાં રહે અને તાલીમ મેળવે એ મેટામાં મેટે અભ્યાસ છે. ગૂજરાતમાં પાઠશાળાનું સાધન છે પણ ગુરુસેવા અને તાલીમ પાસે તેની કશી કીંમત નથી.
વડેદરાના ધર્માત્મા શેઠ ગોકળભાઈ દુલભદાસ, મેટાભાઈશ્રી ખીમચંદભાઈ, ધર્મકાર્યમાં સહાયક જવેરી હીરાચંદભાઈ, ભરૂચના શેઠ અને પચંદ મલકચંદ, ખંભાતના શેઠ પોપટભાઈ અમરચંદ તથા ધુળિયા (ખાનદેશ) ના શેઠ સખારામ દુર્લભદાસ આદિના પત્ર આવ્યા અને તે વાંચતાં આપણા ચરિત્રનાયકના વિચારોમાં ભારે પરિ. વર્તન થયું.
પિતે પણ આ માટે વિચારમગ્ન તે હતા જ. એક તરફ અધ્યયનની તમન્ના, બીજી તરફ ગુરુદેવની મમતા, તેઓશ્રીની તાલીમ અને તેમની ચરણસેવાને લાભ. વળી પંજાબના ગામેગામના સંઘના આગેવાનોને પંજાબ છોડીને નહિ જવાને અનુરોધ. આ બધામાં ગૂજરાતના પત્રોએ ઉમેરો કર્યો. ગૂજરાતના પત્રનો નમૂને આ રહ્યો.
વડેદરા પૂજ્યપાદુ મુનિ મહારાજશ્રી વલ્લભ વિજયજી મહારાજ.