________________
યુગવીર આચાય
આ નિર્ણયથી હૃદય હલકું થયું. મેટો ભાર ઊતરી ગયે. ઊંઘ લાધી અને ગુરુદેવના પ્રફુલ--શાંત–મનેરમ્ય વદનના સ્વપ્નમાં દર્શન થયાં.
ચાતુર્માસ પૂરું થતાં જ અંબાલાથી વિહાર કરી લુધિયાના થઈ જલંધર પધાર્યા. ગુરુદેવ અહીં જ હતા.
કૃપાસિંધુ ! મને માફ કરો. મારી ભૂલ થઈ. ” આપણા ચરિત્રનાયકે ચરણોમાં મસ્તક મૂકી માફી માગી.
ભાઈ! પંડિત થઈ આવ્યા કે !” હિંમત કરી આચાર્યશ્રીએ ઉઠાયા.
તારણહાર ! ભૂલ સુધારીને આવી ગયે. કલ્પવૃક્ષ છેડીને ભ્રમથી બીજે મને વાંછિત લેવા દેડતો હતે.” આપણું ચરિત્રનાયકે એકરાર કર્યો.
કેમ સાહેબ! મેં શું કહ્યું હતું. આઠ મહિનામાં પાછા આવશે. કેવું સાચું પડયું?” એક મુનિરાજે ભવિષ્ય ખરૂં પડતાં કહ્યું.
હા ભાઈ! તારી વાત સાચી પડી ”
બેટા ! આનંદથી રહે અને અભ્યાસ કરો. તારે માટે બધી અનુકૂળતા થઈ રહેશે. તેને જવા દેવાની મારી તે ઈચ્છા હતી જ નહિ. તું ગમે ત્યારે મને આઘાત પણ થયેલો પણ હું તને નિરાશ કરવા નહોતા ઈચ્છતો.”