________________
૧૩૫
શ્રી પ્રવર્તકજીને અનન્ય પ્રેમ શ્રીએ એકાએક પ્રશ્ન કર્યો. | ‘પધારે કૃપાનાથ ! ઘણુ વખતે બને મળ્યા તેથી જ વાત કરીએ છીએ. વલ્લભવિજયજી તે આપશ્રીના ભાર કૃપાપાત્ર થઈ ગયા છે ને શું ? વિદ્વાન પણ થયા છે. જુઓને સાહેબ ! મારી સાથે પણ ઠીકઠીક ચર્ચા કરી શકે છે.” શ્રી કાંતિવિજયજી તથા આપણા ચરિત્રનાયક વાતે કરતા ઊભા થઈ ગયા. આચાર્યશ્રીને વંદન કર્યું અને વિનયથી જવાબ આપ્યો.
પણ મારા તૈયાર કરેલા વલ્લભને તમે ગૂજરાત ન ઉડાવી લઈ જતા. પંજાબને માટે મેં તેને તૈયાર કર્યો છે. અને તેને માટે બહુ જ મોટી આશા છે.” હસતાં હસતાં આરાર્યશ્રીએ પ્રશ્ન કર્યો.”
કૃપાનાથ! એમ કદી ન બને. એ તે આપના કૃપાપાત્ર છે. તેના મન પર આપને એ જાદુ થઈ ગયું છે કે તે ફાઈના ચળાવ્યા ચળે તેમ નથી. વળી ગુરુદેવ! મને તે ખૂબ આનંદ થાય છે કે મારા દેશના અને મારા જ શહેરના એક ભાગ્યશાળી મુનિરત્ન આપના વિશ્વાસપાત્ર બન્યું છે અને એજ પંજાબના રક્ષક બનશે.” શ્રી કાંતિવિજ"અજી મહારાજશ્રીએ પિતાને આનંદ પ્રદશિત કર્યો.
“ભાઈ ગુજરાતમાં મુનિરાજોને તાટે નથી, પણ આ પંજાબની કેણ સંભાળ લે. આવ્યો ત્યારથી તે મારા હૃદયમાં જડાઈ ગયો છે અને ખરેખર તે સુપાત્ર છે. મારી પછી તેજ પંજાબની રક્ષા કરશે. તમે બધા તેને સાથ આપશેને?” આચાર્યશ્રીએ મનની ભાવના વ્યક્ત કરી.