________________
.
.
અધ્યયન કે ગુરુસેવા
૧૨૯
આદિ કરી સંથારો કર્યો. લાખ લાખ વિચારે આવવા લાગ્યા. ઊંઘ તે ન આવી તે ન આવી. વિચારપરંપરા ચાલી.
અભ્યાસ તે કરે છે. તે પછી પાલીતાણ જવું જોઈએ. એક ચોમાસું તે રસ્તામાં ગયું. હવે જતાં જતાં પણ વખત તો લાગશે. ગુરુદેવે જલદી પાછા આવવા તે કહ્યું છે, પણ ત્યાં જતાં જતાં રસ્તામાં બીજા કાંઈ વિન આવ્યાં છે? ડું જ ક્યાંક બિમારીને ભેગા થઈ ગયો છે? અરે પાલીતાણા પહેંચ્યું અને ગુરુદેવની માંદગીના સમચાર આવ્યા તે, પછી ઊડીને પણ નહિ પહોંચાય. વિદ્યા વિના તે રહીડા પણ આચાર્યશ્રીની છત્રછાયા અને કૃપાદષ્ટિથી વંચિત રહીશ, વળી પંજાબ શ્રીસંઘ અને બધા ગુરુભકતની દષ્ટિએ તે ગુરુની આજ્ઞાભંગ કરવાનો દોષ પણ રહેશે. વળી આ શરીરને પણ શે ભરોસો? કોને ખબર હતી કે મુનિ મહારાજશ્રી રાજવિજયજી તબિયત આમ બગડશે અને અંબાલામાં રહેવાનું થશે ? સારું થયું કે હજી તે પંજાબની ભૂમિમાં છીએ અને ગુરુદેવ પણ દૂર નથી. પંજાબની ભૂમિ–પંજાબના લેક-ગુરુદેવને સંદેશ મને અહીં જ રાખવા ઈચ છે. મારે તે શિધાર્થ માનવું ઘટે. બસ હું આચાર્યશ્રીની ચરણસેવા છેડી ક્યાંય પણ નહીં જાઉં. વિદ્યા જે કાંઈ ભાગ્યમાં હશે તે તે ગુરુદેવના ચરણોમાં બેસવાથી પણ મળી રહેશે. અરે ! તેમની તાલીમ અને તેમની કૃપાદૃષ્ટિ મારે માટે માન અભ્યાસ થશે. મેં ભારે ભૂલ કરી. હવે તે ક્યારે ચોમાસું પૂરું થાય : અને કચાર ગુરુદેવના ચરણમાં જઈ પહોંચું?”