________________
૧૨૬
યુગવીર આચાય અશાડ સુદી એકમ સુધીમાં ઠીક થઈ જાય તે ૮ દિવસમાં દિલ્હી પહોંચી જવું તેમ વિચાર કર્યો, પણ ભવિતવ્યતા જુદી જ હતી. જ્ઞાનીનું કથન મિથ્યા થતું નથી. વળી અંબાલાના શ્રીસંઘે ગુરુદેવને પ્રાર્થના પત્ર લખ્યો કે “અહીં એક મુનિ મહારાજનું શરીર અશક્ત છે. આવી હાલતમાં હઠ કરી વિહાર કરવાથી રસ્તામાં તકલીફ રહેશે. વળી અમારા શહેરની પણ બદનામી કહેવાય. આપ તેમને અહીં ચોમાસા માટે આજ્ઞા લખશો. અમે પણ તેમને વિહાર કરવા દઈશું નહિ.”
આચાર્યશ્રીએ તુરત જવાબ લખી જણાવ્યું.
સાથેના મુનિની તબિયત બરાબર નથી તો વિહારનું સાહસ ન કરવું. અંબાલા શ્રીસંઘની અવહેલના કરી જવું
ગ્ય નથી. તમે તે જુવાન છે. ચોમાસું પૂર્ણ કરીને જલદી પાલીતાણા જઈ શકાશે.”
બસ, પછી શું બાકી રહ્યું! ચોમાસું અંબાલા નિશ્ચિત થઈ ગયું. અને અમૃતસરવાળા ધર્મનિષ્ઠ વૃદ્ધ લાલા બાગામલજી લેઢાની વાત યાદ આવી ગઈ. - ચાતુર્માસમાં બિમાર મુનિરાજનું સ્વાથ્ય પણ સારું થઈ ગયું. આનંદથી ચોમાસું પસાર થવા લાગ્યું. અંબાલાના શ્રીસંઘને પણ મહારાજશ્રીને ચાતુર્માસથી લાભ થયો. નજીવી વાતમાંથી શ્રાવકોમાં મતભેદ હતા તે મહારાજશ્રીના પ્રયાસથી ટળી ગયો અને સંગઠન થયું તેમજ મંદિરનું કામ પણ ત્વરાથી ચાલવા લાગ્યું. આ રીતે ૧૯૪૯ નું છઠું ચોમાસું અંબાલામાં થયું.