________________
યુગવીર આચાર્ય
મહારાજ તથા મુનિશ્રી મેતીવિજયજી મહારાજ આપની સાથે જવા માટે તૈયાર થઈ ગયા.
આપણું ચરિત્રનાયક તે આનંદમાં આવી ગયા હતા. સિદ્ધાચળનાં સ્વપ્ન સેવતા હતા. જલદી જલ્દી વિહાર કરીશું, જરૂર પડશે તે બબે વિહાર સવારસાંજ કરીશું. પણ પાલીતાણા પહોંચીને ચાતુર્માસ કરીશું. અભ્યાસ પણ જલ્દી થશે. તીર્થાધિરાજ આદીશ્વર દાદાનાં દર્શન થશે. થોડા જ વખતમાં એક ઘડીને પણ વખત ગુમાવ્યા વિના અભ્યાસમાં લાગી જઇશ અને ન્યાય વ્યાકરણ, તત્વજ્ઞાન, વગેરેને અભ્યાસ પૂરો કરી ગુરુદેવના ચરણમાં પાછા પહોંચી જઈશ. આ મીઠાં મધુરાં સ્વપ્ન ચાલતાં હતાં, ત્યાં ટપાલ આવી; અને જેની ખૂબ રાહ જોવાતી હતી તે આચાર્યશ્રીને પત્ર પણ આવી ગયે.
સાહેબ? શું ગુરુદેવને પત્ર આવી ગયો ?”
હા, તમારા પત્રને જ જવાબ લાગે છે. અને તેમાં ગુરુદેવે સંમતિ જ આપી હશે. અભ્યાસ માટે તે ગુરુદેવ ના નજ કહે. ખોલીને વાંચોને.”
જી ના! આપને પત્ર છે. આપજ વાંચે.” “અરે ભાઈ, એમાં શું! લાવ હું વાંચી બતાવું.”
આચાર્યશ્રીની તે આજ્ઞા આવી છે.” પણ લખે છે શું?”
શ્રીજી લખે છે કે “જવાની ઈચ્છા જ હોય તે ખુશીથી જાઓ, પણ પાંચ વર્ષથી વિશેષ ન રહેશે. પાંચ વર્ષ