________________
અધ્યયન કે ગુરુસેવા
૧૧૯ ચલજીમાં એક પાઠશાળા થઈ છે. ત્યાં સાધુઓ માટે ઘણું સારી વ્યવસ્થા છે.”
મહારાજશ્રી ! એ તે બહુ સારી વાત છે. પણ હું અહીં, ને પાઠશાળા પાલીતાણામાં. શું થાય? જવું પણ કેમ અને ગુરુદેવની આજ્ઞા વિના જઈપણ કેમ શકાય?” આપણા ચરિત્રનાયકે મુંઝવણ દર્શાવી.
તમારી અભ્યાસની ઇચ્છા તે પ્રબળ છે. આચાર્યશ્રી પણ તે જાણે છે. મને લાગે છે તમને આજ્ઞા મળશે. હું પણ ગુરુદેવને લખીશ. તમારે વિચાર પાક કરી લે.”
સાહેબ, મારે તે લાખ વાતે ત્યાં જવું છે. અભ્યાસ થતો હોય અને ગુરૂદેવની આજ્ઞા મળે તો પછી શું જોઈએ. આપશ્રી કૃપાદૃષ્ટિથી બે શબ્દ લખે તે કદાચ ગુરુદેવ આજ્ઞા આપે.”
“હું લખું છું, તમે પણ તમારી ઈચ્છાદર્શક પત્ર સાથે જ બીડે. હું માનું છું કે આચાર્યશ્રી જરૂર મંજૂરી આપશે.”
તે તે ધનભાગ્ય મારાં ! મારી અભ્યાસની તમન્ના તે એવી છે કે આજ્ઞા મળે તે બીજી જ ઘડીએ વિહાર કરું. સાથે કઈ મુનિરાજ હેય તેજ એ સાહસ થઈ શકે.”
ભાગ્યશાળી ! આચાર્યશ્રીની સંમતિ તે આવવા દે, પછી બધી વ્યવસ્થા થઈ જશે.”
- આચાર્યશ્રીને પત્ર લખવામાં આવ્યું. સાથે બીજા મુનિરાજોને પૂછવામાં આવ્યું તે મુનિરાજશ્રી રાજવિજયજી