________________
યુગવીર આચાર્ય
શરીર ખૂબ કથળ્યું છે.” યતિશ્રીએ શ્રી હર્ષવિજયજી મહારાજશ્રીને બરાબર તપાસી મહારાજશ્રી તથા સંઘના આગેવાને જુદા બેલાવી કહ્યું.
પણ આપ તે વયેવૃદ્ધ અને બહુ જ અનુભવી અને સિદ્ધહસ્ત વૈદ્યરાજ છે. આપ અમને સાચી સલાહ આપશો એટલા માટે તે આ ગુરુભકતાએ આપને પાલીથી બેલાવ્યા છે. ” શુભવિજયજીએ વૈદ્યરાજને ખુલાસે પૂછો.
મારા હાથમાં હવે બાજી રહી નથી. આ રોગ અસાધ્ય છેઃ સાધ્ય હોય તે તે હજાર ઉપાય થઈ શકે. મારે સાઠ વરસને અનુભવ કહે છે કે હવે ગુરુમહારાજની જીવનદોરી જર્જરિત થઈ ગઈ છે. અંતિમ સમાધિ અને શાંતિ માટે હવે બધા પ્રયત્ન કરવા જોઈએ.” યતિએ સ્પષ્ટ કહી દીધું.
સાહેબપંજાબથી વૈદ્યરાજ પધાર્યા છે.” હજી તો યતિશ્રી બેઠા છે અને ગુરુજીના ઈલાજ માટે શું કરવું તે વિચાર ચાલે છે, ત્યાં એક ગૃહસ્થ ખબર આપ્યા.
પધારોપધારો! વૈદ્યરાજ ! અમે બધા મૂંઝવણમાં પડયા છીએ. આપશ્રી અમને કોઈ ઉપાય બતાવે તે કૃપા.” સંઘના આગેવાનોએ વૈદ્યરાજનું સ્વાગત કરતાં વિનંતિ કરી.
પંજાબના પ્રસિદ્ધ વૈદ્યશ્રી સુખદયાલ આચાર્યશ્રીના આદેશથી આવ્યા હતા. તે જડિયાલાગુરૂના વૈદ્ય હતા. ૭૦ વર્ષની ઉમરના વૃદ્ધ વૈદ્યરાજે મુનિ મહારાજશ્રી