________________
ગુરુવિરહ
૧૦૩ ખામેમિ સવ્વ જીવા” કહી ક્ષમાપ્રાર્થના કરી. પછી પરમાત્માના ધ્યાનમાં લીન થઈ ગયા અને ધ્યાનમાં ને ધ્યાનમાં મુનિરાજશ્રી હર્ષવિજયજી મહારાજને આત્મહંસ ઊડી ગયે. નશ્વરદેહ છડી આત્મા હમેશાને માટે ચાલ્યા ગયા.
સંવત ૧૯૪૬ ના ચૈત્ર સુદી ૧૦ તા. ૨૧-૩-૧૮૯૦ ની રાત્રિ ગોઝારી રાત્રિ હતી. તે રાત્રિએ શ્રી હર્ષવિજયજી મહારાજ સ્વર્ગે સીધાવ્યા. દિલ્હીના શ્રીસંઘે બીજે દિવસે ધૂમધામપૂર્વક મહારાજશ્રીના દેહનો અગ્નિસંસ્કાર કર્યો. દિલ્હીમાં લાલ કિલ્લાની પાસે વાજાં વગાડવાની કેઈને રજા મળતી નથી, પણ આ જૈન સાધુની સ્મશાનયાત્રા માટે ખાસ રજા મળી હતી.
આજ આપણા ચરિત્રનાયકના દુઃખને પાર નહોતે.
આઠ દિવસના ઉજાગરા તે હતા. ગુરુસેવામાં ખડે પગે રહેલા, પણ બધી સેવા નકામી ગઈ. ગુરુ એકાએક પિતાના બાળશિષ્યને છેડી ચાલ્યા ગયા. આજે ગોચરી પણ ન કરી. ન કોઈની સાથે વાતચીત. બધા સાધુમુનિરાજેએ ઘણુંએ સમજાવ્યા પણ ગુરુને વિરહકાળ કેમ ભૂલ્યા ભૂલાય ?
વલ્લભ! તમે કશી ચિંતા ન કરશે. ગુરુદેવનું સ્થાન તે ખાલી જ રહેવાનું પણ તમારે તે દયાસાગર આચાર્યશ્રીની પાસે જ રહેવાનું છે. હમણાં તે તમે અહીં રહે. દિલ્હીના શ્રીસંઘની વિનંતિ છે. અહીં ચોમાસું કરીએ અને ચોમાસું પૂર્ણ કરી આપણે બધા ગુરુદેવને ભેટશું.” શ્રીકમલવિજયજી આદિ મુનિરાજેએ સમજાવ્યા.