________________
પંજાબની રક્ષા
૧૦૭તે ગોચરી પણ રહી જતી. બન્ને મુનિરાજે તેમને હૃદયભાર ઓછો કરવા પ્રયત્ન કરતા અને ક્ષણભર શાંતિ જણાતી. પણ ગુરુદેવના દર્શન થતાં જ હૃદય ઉછળ્યું. ગુરુવર્ય યાદ આવી ગયા. તેમને સંભાળી સાજા સારા ગુરુદેવના સમક્ષ લાવવાને બદલે, દિલ્હીમાં જ મૂકીને આવવું પડયું. ગુરુદેવ શું કહેશે? ગુરુવર્ય હવે કયાં મળશે ? એક પછી એક વિચારે ઉભરાયા અને હૃદય હાથ ન રહ્યું. ગુરુદેવના ચરણમાં ઢળી પડયા. ભારે કરુણ દ્રશ્ય બની ગયું. ગુરુ-વિરહનું કેવું અસહ્યા. દુઃખ હતું ?
અંબાલા છાવણીથી વિહાર કરી આચાર્યશ્રી અંબાલા શહેરમાં પધાર્યા. શ્રી સંઘે આચાર્યશ્રીને ધામધૂમપૂર્વક પ્રવેશ કરાવ્યું. આ વખતે ઘણા વર્ષે આચાર્યશ્રી પંજાબમાં પધાર્યા હોવાથી પંજાબના શહેર શહેર અને ગામ ગામથી સ્ત્રીપુરુષે દર્શનાર્થે આવવા લાગ્યા. આચાર્યશ્રીની. સાથે આ વખતે પંદર મુનિમહારાજે હતા. ૧ શ્રી કુમુદવિજયજી મહારાજ ૨ શ્રી ચારિત્રવિજયજી મહારાજ ૩ શ્રી કુશળવિજયજી મહારાજ ૪ શ્રી હીરવિજયજી મહારાજ પ. શ્રી ઉદ્યોતવિજયજી મહારાજ શ્રી સુમતિવિજયજી મહારાજ ૭ શ્રી સુંદરવિજયજી મહારાજ ૮ શ્રી અમરવિજયજી મહારાજ ૯ શ્રી માણેકવિજયજી મહારાજ ૧૦ આપણા ચરિત્રનાયક ૧૧ શ્રી લબ્ધિવિજયજી મહારાજ ૧૨ શ્રા શુભવિજયજી મહારાજ ૧૩ શ્રી મોતીવિજયજી મહારાજ ૧૪ શ્રી ભક્તિવિજયજી મહારાજ ૧૫ શ્રી રામવિજયજી મહારાજ.
આચાર્યશ્રીની સેવામાં દિવસે જવા લાગ્યા. આચા