________________
I
+
અભ્યાસ અને તાલીમ
૧૧૫ શ્રીએ આપણા ચરિત્રનાયકના નામની દીક્ષા આપી. આ તેમના પ્રથમ શિષ્ય. પ્રથમ શિષ્યમાં વિવેક મળ્યા. કેવું મંગળ શુકન !
પટ્ટીથી વિહાર કરી જીરા પધાર્યા. અહીં સં. ૧૯૪૮ ના માગશર સુદી ૧૧ ના દિવસે શ્રી ચિન્તામણી પાર્શ્વનાથજીની પ્રતિષ્ઠા તથા ભરૂચનિવાસી પરમ શ્રદ્ધાળુ, પરમભકત ધર્માત્મા શેઠ શ્રી અનુપચંદ મલુચંદ કેટલીક સ્ફટિકની મૂર્તિઓ લાવ્યા હતા, તેની અંજનશલાકા કરાવી.
આચાર્ય મહારાજ તો જાણતા હતા કે મારે વલ્લભ (વિજયજી) જ પંજાબની રક્ષા કરશે, તેથી પ્રત્યેક કાર્યમાં તેમને તાલીમ આપતા હતા. આ પ્રતિષ્ઠા તથા અંજનશલાકાની બધી વિધિ આચાર્યશ્રીની પ્રેરણા પ્રમાણે આપણું ચરિત્રનાયકે કરાવી.
આ પ્રતિષ્ઠાઉત્સવ પછી આચાર્યશ્રી હશિયારપુર પધાર્યા. અહીં પણ લાલા ગુજરમલજીના બનાવેલા જિનમંદિરમાં પ્રતિષ્ઠા કરવાની હતી. આપણું ચરિત્રનાયકને કેટલાક સાધુઓની સાથે પટ્ટા મોકલ્યા, જેથી તેમને અધૂરે અભ્યાસ આગળ ચાલે. પ્રતિષ્ઠા સમયે આચાર્યશ્રીએ આપણા ચરિત્રનાયકને હશિયારપુર બેલાવ્યા અને પ્રતિષ્ઠાની બધી ક્રિયાવિધિમાં આચાર્યશ્રીને હાર્દિક સહકાર આપ્યો. આ વખતે આચાર્યશ્રીજીની સાથે ૨૮ મુનિ મહારાજ હતા.
પંજાબ શ્રી સંઘને આગેવાન ગણાતા લાલા ગુજરમલજી તથા લાલા નભૂમલજીની સાગ્રહ વિનંતિથી તેમજ હેશિયારપુરના શ્રીસંઘની ઈચ્છાથી આચાર્યશ્રીને હશિયાર