________________
અભ્યાસ અને તાલીમ
૧૧૩
પિતે સર્જાયા હેય તેમ આચાર્યશ્રીને પ્રભાવશાળી અમૃત વરસતાં વ્યાખ્યાને હંમેશાં ધ્યાનપૂર્વક સાંભળતા. એકાદ બે ચોમાસા સિવાય લગભગ બધાં વ્યાખ્યાને પતે સાંભળ્યા છે, અને વ્યાખ્યાનશૈલી, દૃષ્ટાંતે, સમાલોચનાની દષ્ટિ તથા સમાજને રૂચિકર થઈ પડે તેવા વિચાર અને તત્વની ચર્ચા તેમણે એવાં તે ગ્રહણ કરી લીધાં કે જ્યારે જ્યારે તેઓ વ્યાખ્યાન આપે છે ત્યારે ખરેખર એ ગુરુદેવની વાણી અને શૈલીની યાદ આપે છે. ગુરુદેવના ભક્ત વૃદ્ધજને આજે પણ કહે છે કે આપણું ચરિત્રનાયકના હૃદયમાં ગુરુદેવને સાક્ષાત વાસ છે.
મલેરકેટલાથી વિહાર કરી રાયકેટ, જગરાવા થઈ જીરા થઈ પટ્ટી પધાર્યા. પટ્ટીન શ્રીસંઘે ચાતુર્માસ માટે વિનતિ કરી અને આચાર્યશ્રીએ શ્રીસંઘને ઉત્સાહ જોઈ, તે માટે પિતાની સંમતિ આપી ને ક્ષેત્રસ્પર્શના પ્રમાણે યથાગ્ય કરવા જણાવ્યું.
પટ્ટીમાં પં. ઉત્તમચંદ્રજી એક વયોવૃદ્ધ વિદ્વાન હતા. આપણા ચરિત્રનાયકે તેમની પાસે ચંદ્રિકાનું વિવેચન શરૂ કર્યું. પંડિતજીની શલી સરળ તથા મને ગમ્ય હોવાથી આ પશ્રીએ ચંદ્રિકાની પુનરાવૃત્તિ શરૂ કરી.
અહીંથી વિહાર કરી આપણું ચરિત્રનાયક શ્રી ચાસ્ત્રિવિજયજી મહારાજની સાથે જડિયાલાગુરૂમાં આવ્યા. અહીં એક યાયિક પંડિત પાસે ન્યાયાધિની તથા ચંદ્રોદય નામના બે ન્યાયન ગ્રંથનું અધ્યયન કર્યું. આચાર્યશ્રી પણ કસૂર અમૃતસર થઈ અહીં પધાર્યા. અહીં આચાર્યશ્રીજીની પાસે