________________
૧૦૮ ,
યુગવીર આચાય
યશ્રી આપણા ચરિત્રનાયકને પોતાની પાસે જ રાખતા. હમેશાં કાંઈને કાંઈ કામ તે હોય. પત્રવ્યવહાર તે ચાલુ હોય જ. કઈ કઈ પ્રશ્નોના જવાબ પણ તૈયાર કરવાના હોય. કેઈ પુસ્તકની નકલ કરવાની હોય. આ ઉપરાંત ગૂજરાતી પત્રપત્રિકાઓ જે જે આવતાં તે આપણું ચરિત્રનાયક આચાર્યશ્રીને હમેશાં વાંચી સંભળાવતા. ધીમે અભ્યાસમાં પણ મન જેડાયું. ગુરુવિરહ એ છે કે, જ્ઞાન ધ્યાનમાં જીવ લાગી ગયે.
ગુરુદેવ? આ નવીન મુનિ મહારાજ ગૂજરાતી જણાય છે.” એક સંઘના આગેવાને યુવાન મુનિરાજને આચાર્ય શ્રીની પાસે બેઠેલા જોઈને કહ્યું.
તમારું અનુમાન ખરું છે. આપણા મુનિ મહારાજશ્રી કાંતિવિજયજી અને મુનિ મહારાજશ્રી હંસવિજયજીના ગામના છે.” આચાર્યશ્રીએ જવાબ આપે.
ગુરુદેવ! છે તે નાના પણ ચતુર અને સેવામૂર્તિ જણાય છે. હું તે ઘણા દિવસથી જોયા જ કરું છું. હંમેશાં નાના મોટા કામમાં રોકાયેલા જ રહે છે.” ગૃહસ્થ પિતાને અભિપ્રાય દર્શાવ્યું.
લાલાજી! એ ચેલા છે, શાંતમૂર્તિ શ્રી હર્ષવિજયજી મહારાજના. તેમણે આ મેતીને પાણીદાર બનાવ્યું છે. હજી હમણાં જ તેમના ગુરુની અહેનિશ અખંડ સેવા કરીને ચાલ્યા આવે છે. મારે તે એ મહામંત્રી છે. ભવિબને સાચો વારસ છે.” ગુરુ મહારાજે પોતાની ભાવના વ્યક્ત કરી.